ફરીથી રાજ્યમાં વરસાદની આગાહી, આ તારીખોમાં પડશે વરસાદ હવામાન વિભાગે કરી આગાહી, જાણો

રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 15 નવેમ્બરથી આમ તો રાજ્યમાં સત્તાવાર રીતે શિયાળો શરૂ થઈ રહ્યો છે પરંતુ શિયાળાની શરૂઆત પહેલા બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

કચ્છમાં વરસાદ થાય તેવી શક્યતા

કચ્છડો બારેમાસ વાળી ઉક્તિ જાણે સાચી પડી રહી હોય તેમ આ વર્ષે કચ્છમાં પુરતો વરસાદ થઈ ગયા બાદ પણ હજુ વરસાદ વરસશે.

13 તારીખે સૌરાષ્ટ્રમાં જશે વરસાદ

મધ્ય ગુજરાત અને કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા થશે. મોરબી, રાજકોટ, જામનગરમાં 13 તારીખે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે.

બનાસકાંઠા અને પોરબંદરમાં પણ વરસાદ

14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ દરિયાઈ વિસ્તાર માટે કોઈ આગાહી નથી પરંતુ શરૂ થઈ રહેલા શિયાળામાં વિચિત્ર વાતાવરણનો અહેસાસ થશે.

હવામાન વિભાગના મતે આગામી 13 નવેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, મોરબી, રાજકોટ, જામનગરમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે 14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આ બે દિવસ દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. એક બાજુ બંગાળ પર બુલબુલ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે.

ત્યારે બીજી બાજુ રાજ્યમાં ફરી એક વાર વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે જેના લીધે ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 14મી નવેમ્બરે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 14મી નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે.

ગુજરાતમાં ચોમાસું વિત્યા બાદ વાવાઝોડાના કારણે એક સિસ્ટમ સક્રિય થઈ હતી અને તેના લીધે વરસાદ વરસ્યો હતો ત્યારે ફરી એક વાર વરસાદની આગાહી થઈ છે. જોકે, આ વરસાદ સામાન્યથી મધ્યમ હશે પરંતુ ખેતી માટે આ સિઝનમાં કોઈ પણ પ્રકારનો વરસાદ નુકશાન વેરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો