ગુજરાતમાં ભર શિયાળે માવઠાના એંધાણ, અરબી સમુદ્રમાં સર્જાયું લો-પ્રેશર, રાજ્યના આ વિસ્તારો પર પડી શકે છે વરસાદ

શિયાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. ચોથી તારીખે આ સિસ્ટમ આગળ વધતા ગુજરાતની નજીક પહોંચશે અને તેના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસશે.

હજુ તો કમોમસમી વરસાદના કમરતોડ મારથી ખેડૂતો બેઠા પણ નથી થયા ત્યાં ફરીથી રાજ્ય માથે કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં આગામી ચોથી ડિસેમ્બરના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા-આણંદ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્ય વરસાદ પડી શકે છે. આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરે આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના દક્ષિણ ગુજરાત-મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી વકી છે.

દક્ષિણ ગુજરાતના સુરતમાં આગામી 24 કલાકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. હવામાન ખાતાની વરસાદ પડવાની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલું વર્ષે ઉપરા-ઉપરી કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂતોને ખરીફ પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાના કારણે પવનની ગતિ તેજ થઈ છે. તેવામાં હવામાન વિભાગની ચેતવણી છે કે માછીમારાઓ દરિયોન ખેડવો. દરમિયાન આજે સાંજે આહવામાં વરસેલા વરસાદના અહેવાલ મુજબ ડાંગમાં અડધો કલાક વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોની મૂંજવણમાં વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો