વાવાઝોડાની આફત વચ્ચે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો

હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રને લઈને વાવાઝોડાની ચેતવણી આપી છે. તેવામાં આજે સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે ખાંભા પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી ઉનાળુ તલ, મગ, બાજરી અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટના ચિભડા ગામે પણ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટના કોટડાસાંગણી સહિત આસપાસનાં ગામોમાં વરસાદ વરસ્યો હતો. ગોંડલ પંથકમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

અમરેલીના ધારી પંથકમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરમાં પણ સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રને લઈને વાવાઝોડાની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં છેલ્લા 48 કલાકમાં સર્જાનારા ઓછા દબાણના કારણે દરિયાકાંઠાના આ બંને રાજ્યોમાં આવનાર બે દિવસમાં એટલે કે 3 જૂન સુધી વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો