સુરતમાં રહસ્યમય ફીણથી ખાડી ઊભરાઈ જતાં લોકોમાં ગભરાટ ફેલાયો, વિડિયો વાયરલ થયો

સુરતમાં (Surat) ખાડીમાં (Drainages) ફીણનાં મોટા ઢગ જોવા મળતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. પુણા વિસ્તારમાં આવેલી અર્ચના ખાડીની (Archana Khadi Surat) બાજુમાં આવેલી સોસાયટી નજીક જ ખાડી પડતી હોવાથી ત્યાં ફીણનાં ઢગલેઢગલા જોવા મળી રહ્યા છે. લોકોમાં પાણીને કારણે રોગચાળો ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે. જો કે આ કામ ચલાઉ સમસ્યા છે અને ખાલીનું કામ પૂરું થતાં આ સમસ્યા દૂર થઈ જશેનું પાલિકા તંત્ર જણાવી રહી છે.

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલી કેટલીક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ફીણના ઢગ જોવા મળી રહ્યા છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું પાણી નો પ્રવાહ અટકતા આ પ્રકારની સમસ્યા થઈ રહી છે. ડગલે બંધ ફીણનાં કારણે લોકોમાં ગભરાટ છે.

જોકેપાલિકા તંત્ર કહે છે આ કામ ચલાઉ સમસ્યા છે અને ખાલીનું કામ પૂરું થતાં આ સમસ્યા દૂર થઈ જશે. વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં અર્ચના ખાડી ની બાજુમાં હરિધામ સોસાયટી આવી છે. આ સોસાયટી બરોબર ખાડીના કિનારે આવેલી છે.

છેલ્લા કેટલાક દિવસથી ખાડી ની ઉપર ફીણનાં ઢગલેઢગલા જોવા મળી રહ્યા છે. આ ફીણનાં ઢગલા મોટી માત્રામાં હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઇ રહ્યો છે. લોકોમાં એવો ગભરાટ છે કે આ પાણીને કારણે રોગચાળો ફેલાઇ શકે છે. જોકે પાલિકા તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ગભરાટ ની વાત નથી.

મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી છે અને ટ્રિટ કરેલું પાણી છે. હાલમાં ખાડી ડેવલોપમેન્ટ નું કામ ચાલી રહ્યું છે. આ ખાડીને પેક કરીને તેના પર રોડ અને બ્યુટીફીકેશન નું કામ થશે.આ કામગીરીને પગલે ખાડીમાં માટીપુરાણ કરીને ખાડીના રસ્તાને સાંકડો અને ઊંડો કરવાની કામગીરી ચાલે છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પ્રોસેસ કરેલું પાણી છોડાય છે. ખાડી નું મુખ નાનું થતાં આ પ્રકારનું ફીણ જોવા મળે છે. જોકે આનાથી કોઈના આરોગ્યને ખતરો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો