અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં વહેલી સવારથી મેઘમહેર, 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદ, સુરત અને વડોદરા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંવહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં ગોતા, રાણીપ, ચાંદલોડિયા, સરખેજ, પ્રહલાદનગર, ચાંદખેડા, મોટેરા, મેમનગર, નરોડા, મેમકો ઓઢવ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સરખેજ વિસ્તારમાં જ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગે 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ

રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વધુ અસર જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર આનંદ ખેડા, દાહોદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ રહેશે.

સિઝનનો 89.57 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 89.57 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં 4 ઇંચ, જુલાઈ મહિનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ 29 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખુબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 5 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close