ઓસ્ટ્રેલિયા પર આખરે કુદરતની કૃપા વરસી, બળતા જંગલો પર ધોધમાર વરસાદ તૂટી પડ્યો, લોકોએ લીધો રાહતનો શ્વાસ, જુઓ

છેલ્લા ત્રણ મહિનાથી ઓસ્ટ્રેલિયાના જંગલો ભડભડ સળગી રહ્યા છે. આટલી ખરાબ કુદરતી હોનારત આપણે દાયકાઓમાં પહેલી વાર જોઈ છે. ઓસ્ટ્રેલિયાના જંગલોની આગે 100 કરોડથી વધુ પ્રાણીઓનો ભોગ લીધો હોવાનો અંદાજ છે. પરંતુ હવે અંધારાના બીજા છેડે આછો પ્રકાશ દેખાતો હોય તેવું લાગે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે વરસાદ તૂટી પડ્યો છે. આગામી વીકેન્ડ સુધીમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન ખાતાની આગાહી મુજબ ન્યુ સાઉથ વેલ્સ સ્ટેટ જ્યાં આગને કારણે સૌથી વધારે તબાહી મચી છે ત્યાં વરસાદ પડવાના લક્ષણ દેખાઈ રહ્યા છે. અત્યારે ત્યાંના વાતાવરણમાં ભેજ છે અને અહીં વાદળાનું સર્જન થઈ રહ્યું છે. આ કારણે તેમને ત્યાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા જણાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના અગ્નિશામક દળના હજારો સ્વયંસેવકો દિવસોથી જંગલની આગને બૂઝાવવામાં લાગ્યા છે. આ સમાચારથી તેમનામાં આનંદ વ્યાપી ગયો હતો. રૂરલ ફાયર સર્વિસ (RFS)એ જણાવ્યું કે, “આગ લાગી છે તેના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે. આ ઘણા સારા સમાચાર છે. અમે આવનારા દિવસોમાં પણ વરસાદ ચાલુ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છીએ.”

વરસાદ પડતા સરકાર અને આગથી પ્રભાવિત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આ વરસાદથી આગ સંપૂર્ણપણે બંધ થાય તેવી શક્યતા નથી. ભારે વરસાદ અને અમુક વિસ્તારમાં તો પૂર જેવી સ્થિતિ છતાંય ન્યુ સાઉથ વેલ્સમાં હજુ 82 આગ ભડકી રહી છે. તેમાંથી 17 વિક્ટોરિયા બોર્ડર તરફ આગળ વધી રહી છે. આ બધી આગ શાંત કરવા માટે હજુ ઘણા વધારે અને વ્યાપક વરસાદની જરૂર છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ પટ્ટામાં હાલ ભયાનક દુકાળની સ્થિતિ છે. આ વિસ્તારમાં કૃષિ ક્ષેત્રની સ્થિતિ તો એકદમ દયાજનક છે. આવામાં જો આ વિસ્તારની સ્થિતિ સુધારવી હોય તો આ વિસ્તારમાં હજુ ઘણા વધારે વરસાદની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો