ગોંડલ અને કાલાવડ પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, કપાસ સહિત શિયાળુ પાકને નુકસાન, ખેડૂતોને પડ્યો બેવડો માર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં કાલે પલ્ટો જોવા મળ્યો છે. રાજકોટમાં બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ગોંડલ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાય ગયા હતા. કમોસમી વરસાદથી કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણા, ઘઉં સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે. ચોમાસું પાકની જેમ શિયાળુ પાક પણ ધોવાતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. કાલાવડના પીપર ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતિત

ગોંડલના પીપળિયા, ભરૂડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. મગફળી અને કપાસનો પાક તો દિવાળી બાદ પડેલા વરસાદને કારણે ધોવાય ગયો હતો. પરંતુ શિયાળુ પાકની આશા રાખીને બેઠા ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે.

જસદણ પંથકમાં ઝાપટા વરસ્યા

જસદણના આટકોટમાં કાલે સવારે ઝાકળ અને સાંજે વરસાદ પડ્યો હતો. કુદરતના બદલાવથી લોકોમાં અચરજ ફેલાઈ ગઈ હતી. આજે બપોરે પછી અચાનક આકાશમાં વાદળો છવાઇ ગયા હતા અને વરસાદ પડતા રસ્તા પર પાણી વહી ગયા હતા. આટકોટની બજારોમાં નદીની જેમ પાણી વહ્યું હતું. તેમજ જસદણના વીરનગર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો