દિવાળી બગડવાના એંધાણ! આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું

આમ તો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ નવરાત્રિની જેમ દિવાળી પણ બગડે તેવા એંધાણ સર્જાઈ રહ્યાં છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ફરીથી સક્રિય થતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. હાલ બરવાળા, બગસરા, ગરબાડા, રંગપુર, વડેદામાં વરસાદ વરસી શરૂ થયો છે.

દક્ષિણ ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતમાં અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ અને ગીર સોમનાથમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દારા નગર હવેલીમાં બે દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.

હાલમાં અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 20થી 23મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે.

હાલના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં સક્રિય થનાર વરસાદી સિસ્ટમથી ગુજરાતના કેટલાક ભાગોમાં છુટા છવાયા ઝાપટા પડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ શહેરોમાં મોડી રાત્રે ઠંડની અસર વર્તાવા લાગી છે. શુક્રવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન34.8 ડિગ્રી નોધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 22.9 ડિગ્રી નોંધાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો