કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી

દેશમાં એક તરફ કોરોના વાયરસે ભરડો લીધો છે તો ગુજરાતમાં પણ કોરોનાના 14 કેસ નોંધાયા છે ત્યારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 25-26 માર્ચના રોજ રાજ્યમાં વરસાદ પડે તેવા સંજોગ છે. આ ગાળામાં બનાસકાંઠા, સુરત, વલસાડ, જુનાગઢ, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિયાળો સત્તાવાર રીતે વિદાય લઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી સવારે અને સાંજે ઠંડી લાગી રહી છે. તેવામાં કમોસમી વરસાદથી ઠંડી હજુ લંબાય તેવી શક્યતા છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે 25-26 તારીખે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. વળી, રાજ્યમાં હાલ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આાગાહી અનુસાર, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી.

ગુજરાતમાં તાજેતરમાં જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને નુક્સાન થયું હતું. ઘઉંનો પાક તૈયાર છે, ત્યારે ફરી એકવાર વરસાદની આગાહી ખેડૂતો માટે મુશ્કેલી સર્જી શકે છે. કમોસમી વરસાદને કારણે જ આ વખતે કેરીને પણ નુક્સાન થયુ છે, અને આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે.

રાજ્યમાં કોરોના વાયરસના 14 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસના 14 કેસ નોંધાઇ ચૂકયા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરતા રાજ્યના નાગરિકો તથા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

રાજધાની દિલ્હીમાં પણ વરસાદની શક્યતા

રાજધાની દિલ્હીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સવારે સાફ હવામાન રહ્યા બાદ સાંજ સુધીમાં વરસાદ આવે તેવી શક્યતા જણાઈ રહી છે. પવન સાથે વરસાદ આવવાની શક્યતાને લઈને ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો