રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી: જાણી લો ક્યાં ક્યાં જિલ્લામાં થશે વરસાદ

કેરળની સાથે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં હવામાન ખાતાએ ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે. તેમજ બીજું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતના કાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર છવાયેલું છે. જો કે બંને સમુદ્રની સપાટીથી ઉપર છે. પરંતુ તેમ છતાં બબ્બે સિસ્ટમના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સવારે અને સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ગરમીએ લગભગ વિદાય લઈ લીધી હોય તેમ આજે ૩૮.૨ ડિગ્રી ગરમી નોંધાઈ છે. હવામાન ખાતાએ પણ આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે. અલબત્ત ૩૮ ડિગ્રી ગરમી હોવા છતાં લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. સવારે ભેજનું ૬૬ ટકા અને સાંજે ૪૪ ટકા પ્રમાણના કારણે અસહ્ય ઉકળાટ અને બફારો લોકો સહન કરી રહ્યાં છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાસકાંઠા, પાટણ,મહેસાણા, અમદાવાદ, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, જામનગર, રાજકોટમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી.

ઉનાળાની ગરમી અને પવનમાં ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે તેવું પણ જણાવ્યું છે. એટલે કે, 39 થી 40 ડીગ્રી આસપાસ તાપમાન રહશે, તાપમાન સામાન્ય હોવા છતાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.

7 જૂન: સુરત,ભરૂચ,નવસારી, વલસાડ, દમણ,દાદરા નગર હવેલી,ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,પોરબંદર, રાજકોટ, દિવમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી.

8જૂન: સુરત,ભરૂચ,વડોદરા, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દિવમાં 30 થી 40 કિલોમીટર ની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી..

9 જૂન: ખેડા,પંચમહાલ, દાહોદ,મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ,પોરબંદર, દિવ 30 થી 40 કિલોમીટર ની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી.

10 જૂન: ખેડા,પંચમહાલ, દાહોદ,મહીસાગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દિવ30થી 40 કિલોમીટર ની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી.

ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસે તેની ખેડૂતો રાહ જોઈએ રહ્યા છે.ખેડૂતોએ પણ વાવણીની તૈયારી કરી રહ્યા છે.જોકે અત્યારે વરસાદ થઈ રહ્યો છે તે પ્રિ મોન્સૂન એક્ટિવિટી અને થન્ડર સ્ટોમના કારણે થઈ રહ્યો છે.ચોમાસા બેસવાની હજુ વાર છે.જોકે 15 જૂન બાદ ચોમાસાનો વિધિવત વરસાદ થશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો