અંકલેશ્વરમાંથી દેશનું સૌથી મોટું રેલ્વે ઈ-ટિકિટનું કૌભાંડ પકડાયું, 8 કરોડની ટિકિટ જપ્ત

પશ્ચિમ રેલ્વેએ સોમવારે અંકલેશ્વરમાંથી દેશની સૌથી મોટી રૃા.૭.૯૭ કરોડની ઈ-ટિકિટની જપ્તી સાથે ભેજાબાજ સોફટવેર એન્જિનિયર અમિત પ્રજાપતિની ધરપકડ કરી છે. આઈઆરસીટીસીની વેબસાઈટ પર ૫૦૫૬૮ યૂઝર આઈડી બનાવી સોફટવેર એન્જિનિયર લાંબા અંતરની ટિકિટો કાઢી તેને મુસાફરોને બ્લેકમાં વેચતો હતો.

રેલ્વે પ્રોટેકશન ફોર્સે સોમવારે અંકલેશ્વરના અમિત પ્રજાપતિ નામના સોફટવેર એન્જિનિયરની ધરપકડ કરી દેશના સૌથી મોટા ઈ-ટિકિટ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ૩૪ વર્ષીય અંકલેશ્વરનો અમિત પ્રજાપતિ ઈન્ડીયન રેલ્વે ટૂરિઝમ એન્ડ કેટરીંગ કોર્પોરેશનની સાઈટ ઉપર ૫૦૫૬૮ યુઝર આઈડી બનાવી આઈઆરસીટીસી કરતા પણ વધુ ઝડપે મલ્ટીપર્લ ટિકિટો કાઢી લઈ ઈ-ટિકિટનો ગોરખ વેપલો કરતો હતો. ઝડપાયેલ અમિત પ્રજાપતિએ આર.પી.એફ. સમક્ષ હવાલા દ્વારા પૈસા સ્વીકારતો હોવાની પણ કબુલાત કરી હતી. વેસ્ટન રેલ્વેના પ્રિન્સીપલ ચીફ સિકયુરીટી કમિશ્નર ઈન્સ્પેકટર જનરલ એ.કે.સિંહે વિગતો આપતા જણાવ્યુ હતુ કે, આરોપીના કંટ્રોલ પેનલમાં તપાસ કરતા ચોંકાવનારા ૫૦ હજારથી વધુ યૂઝર આઈડીઓ મળી આવ્યા હતા. જેના પીએનઆર ડેટા આઈઆરસીટીસી પાસેથી એકત્ર કરવાની આરપીએફે કવાયત હાથ ધરી છે.

દેશની સૌથી મોટી રૃા.૭.૯૭ કરોડની જપ્ત કરાયેલી ઈ-ટિકિટમાં કેટલીક ટિકિટોનો ઉપયોગ થઈ ચુકયો છે જયારે ૮૫૬૯ ઈ-ટિકિટ જે યુઝ થઈ ન હતી તેને બ્લોક કરી જપ્ત કરી દેવામાં આવી છે. જેની કુલ કિંમત રૃા.૨.૫૯ કરોડ થાય છે. કુલ ૨૯૨૨૭ ઈ-ટિકિટો આ સોફટવેર એન્જીનીયર પાસેથી આરપીએફે જપ્ત કરી ઈ-ટિકિટના આ દેશવ્યાપી વેપલામાં કોણ કોણ સંડોવાયેલુ છે તેની તપાસ અર્થે અમિત પ્રજાપતિના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.

રેલ્વે તંત્રને એક શંકાસ્પદ એજન્ટની આઈપી એડ્રેસની ટીપ મળી હતી. જેના દ્વારા આઈઆરસીટીસીના પોર્ટલ પર લાંબા અંતરની કન્ફોમ રીઝર્વેશન ટિકિટો મોટી માત્રામા બુક કરવામાં આવી હતી. જે ટીપના આધારે આરપીએફએ શંકાસ્પદ આઈપી એડ્રેસના ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની શોધખોળ શરૂ કરી હતી જેમાં માહિતી બહાર આવી હતી કે, આ એજન્ટે સુરતમાં જીટીપીએલની બ્રોન્ડ બેન્ડ સેવાનો ઉપયોગ કર્યો હતો. જીપીએસ દ્વારા લોકેશન ટ્રેક કરી આઈએસપી દ્વારા સોફટવેર એન્જિનિયર અમિત પ્રજાપતિને પકડી પાડવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો