રાજકોટમાં રાધે નમકીનના માલિક દર્શન પટેલે પડધરીમાં આવેલી ફેક્ટરીમાં ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર નંદવિલેજ સોસાયટીમાં રહેતા દર્શનભાઈ ચમનભાઈ રાણીપા (પટેલ) નામના યુવાને પોતાના રાધે નમકીનના કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચ નિહાળ્યા બાદ પોતાના રાધે નમકીન નામના પિતા ચમનભાઈ પટેલને ધ્રોલમાં રાસાયણ ખાતરની દુકાન આવેલી છે. પરિવાર પણ સુખી સંપન્ન છે. દર્શન રાધે નમકીનમાં પાર્ટનર હતા. પુત્રનાં મોતથી પરિવારમાં અરેરાટી છે. દર્શનના મોતથી પટેલ પરિવાર પર આભ ફાટ્યું છે.

પરિવારમાં અરેરાટી ફેલાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,રાજકોટના યુનિવર્સિટી રોડ નંદવિલેજ સોસાયટીમાં રહેતા દર્શનભાઈ ચમનભાઈ રાણીપા (પટેલ) (ઉ.25) નામના યુવાને પડધરીની રિલાયન્સ પંપની પાછળ આવેલી રાધે નમકીન નામના કારખાનામાં ઝેરી દવા ગટગટાવીને તેના શ્રમિકોને ઝેરી દવા પી લીધાની જાણ કરતા તેને હોસ્પિટલે ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન દર્શનભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. દર્શનભાઈ રાધે નમકીન નામના કારખાનામાં પાર્ટનર હતાં. દર્શનભાઈનાં એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. દર્શન તેના માતાપિતાનાનો એક માત્ર દીકરો હતો. દર્શનભાઈનો પરિવાર સુખી સંપન્ન છે. તેના મોતથી પટેલ પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

શ્રમિકોને નાસ્તો કરાવી આપઘાત કર્યો

આ બનાવ અંગે પડધરી પોલીસ મથકના પીએસઆઈ જે.વી. વાઢીયાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ બ્લોચ અને રાઈટર કૃપાલભાઈ પરમારે સિવિલ હોસ્પિટલે પહોંચી જઇ દર્શનભાઈ પટેલનાં મૃતદેહને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. અને મૃતકનાં પરિવારના નિવેદન લેવા કાર્યવાહી કરી હતી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ગઇકાલે ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાઈ રહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો બીજો વન-ડે મેચ દર્શનભાઈ જોવા ગયા હતાં. ત્યારબાદ ત્યાંથી મેચ નિહાળીને પોતાના રાધે નમકીન નામના કારખાનાના શ્રમિકો માટે નાસ્તો લઇ શ્રમિકોને આપ્યો હતો અને ઓફિસમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ શ્રમિકોને જાણ કરતાં તેઓએ દર્શનભાઈને તુરંત જ હોસ્પિટલે ખસેડ્યા હતાં પરંતુ સારવાર દરમિયાન દર્શનભાઈએ દમ તોડી દીધો હતો. અને પરિવારને જાણ કરતા પિતા અને તેનું મિત્ર વર્તુળ તુરંત હોસ્પિટલે પહોંચી ગયા હતાં. દર્શનભાઈના આપઘાતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આપઘાતનું સચોટ કારણ જાણવા મૃતક દર્શનભાઈની અંતિમવિધિ બાદ તેમના પરિવારના નિવેદન લેવા કાર્યવાહી હાથ ધરાશે.

મૃતક દર્શન પટેલના પિતાને ધ્રોલમાં રાસાયણ ખાતરની દુકાન છે

રાજકોટના યુનિવર્સિટી રોડ પર નંદવિલેજ સોસાયટીમાં રહેતા દર્શનભાઈ ચમનભાઈ રાણીપા (પટેલ) નામના યુવાને પોતાના રાધે નમકીનના કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પિતા ચમનભાઈ પટેલને ધ્રોલમાં રાસાયણ ખાતરની દુકાન આવેલી છે. પરિવાર પણ સુખી સંપન્ન છે. પુત્રનાં મોતથી પરિવારમાં અરેરાટી છે.

એકના એક પુત્ર દર્શનના મોતથી પટેલ પરિવાર પર આભ ફાટ્યું

રાધે નમકીનના કારખાનાના માલિક દર્શન પટેલે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. એક વર્ષ પૂર્વે જ દર્શનનાં લગ્ન પૂજા સાથે થયા હતા. પરિવારના આધારસ્તંભ ગણાતા એકના એક પુત્રનાં મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો