હૉકીમાં દેશને જીતાડવા પરસેવો પાડી રહેલી ખેલાડીના ઘરની બહાર શરમજનક હરકત, સેમિફાઇનલમાં હાર બાદ જાતિવાચક શબ્દો કહીને પરીવારનું અપમાન કર્યું

ટોક્યો ઑલિમ્પિકમાં મહિલા હૉકીની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના હાથે હાર બાદ ભારતીય હૉકી ટીમની ખેલાડી વંદના કટારિયાના ઘરની બહાર ફટાકડા ફોડવા અને જાતિગત ટિપ્પણી કરવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આરોપીઓએ કહ્યું કે, ‘ઘણા બધા દલિત ખેલાડીઓના કારણે હાર મળી.’ હરિદ્વારના રોશનાબાદ ગામમાં ફોરવર્ડ પ્લેયર વંદના કટારિયાના ઘર પર આ ઘટના બની.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તેના ભાઈ શેખરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “ટીમની હારથી અમે બધા દુ:ખી હતા, પરંતુ એ વાતનો ગર્વ છે કે લડતા-લડતા હાર મળી. મેચની થોડીકવાર બાદ ઘરની બહાર ફટાકડાનો અવાજ સંભળાયો. બહાર જઇને જોયું તો ગામના ઉચ્ચ જાતિના 2 યુવકો નાચી રહ્યા હતા.” શેખરે કરેલી પોલીસ ફરિયાદ પ્રમાણે પરિવારના લોકો બહાર નીકળ્યા તો ફટાકડા ફોડીને ડાન્સ કરી રહેલા યુવકોએ જાતિગત ટિપ્પણી શરૂ કરી દીધી.

તેમણે કહ્યું કે, ટીમમાં ઘણા દલિત ખેલાડીઓના કારણે હાર મળી છે. આરોપીઓએ કહ્યું કે, હૉકી જ નહીં પરંતુ દરેક રમતથી દલિતોએ દૂર રહેવું જોઇએ. એફઆઈઆર પ્રમાણે આરોપીઓએ પરિવારના સભ્યોનું અપમાન કર્યું અને શર્ટ ઉતારીને નાચવા લાગ્યા. એફઆઈઆરના આધારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો