રાજકોટની આત્મીય કોલેજમાં ભણેલી રચના ત્રિવેદી અમિતાભ બચ્ચન સાથે કૌન બનેગા કરોડપતિ ગેમમાં સિલેક્ટ થઈ, આટલા રૂપિયા જીતી

અમિતાભ બચ્ચન દ્વારા ફેમસ થયેલો રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિમાં રાજકોટની દીકરી રચના ત્રિવેદી સિલેક્ટ થઈ છે. તારીખ 7 અને 8 ડિસેમ્બરના દિવસે રચના હોટસીટ પર બેસી કૌન બનેગા કરોડપતિ ગેમ રમી હતી. જેમાંથી 7મી ડિસેમ્બરે તેઓ 10 હજાર રૂપિયા જીતી ચૂક્યા છે. જ્યારે કાલે તેઓ 3.20 લાખ રૂપિયા જીત્યા છે. રચનાએ રાજકોટની આત્મીય કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ ટીસીએસ જેવી નામાંકિત કંપનીમાં ગાંધીનગર જોબ કરી છે. અત્યારે તેઓ જર્મનીના મ્યુનિચમાં કામ કરી રહ્યા છે.

લોકડાઉનમાં રાજકોટ પરત આવી હતી

લોકડાઉનને કારણે રચના રાજકોટ આવી ગઈ હતી અને તે સમયગાળા દરમિયાન જ કૌન બનેગા કરોડપતિમાં સિલેક્ટ થઈ ગઈ હતી. ત્યારબાદ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના પ્રશ્નમાં પણ બાજી મારી હોટસીટ પર પહોંચી ગઈ છે. તારીખ 7 ડિસેમ્બરે બેલ વાગતા પહેલા રચના 10 હજાર જીતી ચૂકી હતી..

રચના ત્રિવેદીએ 10 સવાલના સાચા જવાબ આાપ્યા અને 11 મા સવાલ એક્ટ્રેસ નીતૂ કપૂર સાથે જોડાયેલો હતો. સવાલ હતો કે આમાંથી કઈ એક્ટ્રેસનું સાચું નામ હરનીત કૌર છે.

સવાલના 4 ઓપ્શન હતા

  • A. સની લિયોની
  • B. નીતૂ કપૂર
  • C. બબીતા
  • D. પૂનમ ઢીલ્લોન

રચનાએ સવાલનો જવાબ સની લિયોની પસંદ કર્યો.જે ખોટો હતો. સાચો જવાબ હતો નીતૂ કપૂર.

રચના ત્રિવેદી ગુજરાતના રાજકોટની રહેવાસી છે. શોમાં તેઓએ જણાવ્યું કે તેમને ફરવાનો શોખ છે અને તે 12 દેશ ફરી ચૂકી છે. હાલમાં તે જર્મનીમાં બિઝનેસ મેનેજરની પોસ્ટ પર કામ કરી રહી છે. રચના બાદ મહારાષ્ટ્રના ઉદયભાનુ નટરાજન હોટ સીટ પર આવ્યા તેઓ અત્યાર સુધીમાં 12 લાખ 50 હજાર રૂપિયા જીતી ચૂક્યા છે. આવનારા એપિસોડમાં તેઓ 25 લાખ રૂપિયાના સવાલનો સામનો કરશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો