સરકારી શાળામાં ક્વોરેન્ટાઇનમાં રખાયેલા મજૂરોએ આશારાનું ઋણ અદા કરતા સ્કૂલને કલર કરી આપ્યો, ગરીબ મજૂરોની ભાવના અને ખુદદારીને સલામ!

લોકડાઉનના આ સમય દરમ્યાન કેટલાક પરપ્રાંતિય મજૂરોને કોરેન્ટાઇન કરીને એક સરકારી શાળામાં રાખવામાં આવ્યા હતા. આ શાળાના ઓરડાઓમાં જ એમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સરકારી શાળાની દિવાલો પર ઘણા વર્ષથી કોઈ રંગરોગાન થયેલું ન હોવાથી શાળાનું મકાન મુરઝાયેલું લાગતું હતું. જે મજૂરોને ત્યાં આશ્રય આપવામાં આવેલો એ કલરકામમાં પણ નિપૂણ હતા.

આ મજૂર ભાઈઓએ વિચાર્યું કે મહેનત કરેને ખાનારા આપણે વખતના માર્યા મફતનું ખાઈએ છીએ. અત્યારે બીજું કોઈ કામ પણ નથી તો આ શાળાને રંગરોગાન કરી દઈએ. આશારાનું ઋણ પણ અદા થઈ જશે અને શાળા પણ વિદ્યાર્થીઓને ગમે એવી રૂડીરૂપાળી થઈ જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

મજૂરોની ઈચ્છા પ્રમાણે જરૂરી સમાન લાવી આપવાની વ્યવસ્થા થઈ અને થોડા દિવસમાં મુરઝાઈ ગયેલી શાળા ખીલી ઉઠી.

આ તસવીર રાજસ્થાનના સિકર ગામની સ્કૂલની છે જ્યાં ગુજરાત અને મધ્ય પ્રદેશથી આવેલા મજૂરોને ક્વોરેન્ટાઇનમાં રખાયા હતા. એ બધા મજૂરોની પૂરતી કાળજી લેવાઈ રહી હતી જેથી તેમને તકલીફ ના પડે, પણ એ મજૂરોની ખુદદારી અને સમજદારીએ તેમને પ્રેરિત કર્યા કે અમે મફતમાં રોટલા ખાવાને બદલે આ ગામ માટે આ સ્કૂલ માટે કંઈક કરી છૂટીએ.

એ ગરીબ મજૂરોએ જોયું કે એ સ્કૂલ ભૂતબંગલા જેવી બની ગઈ છે. તેમણે સિકર ગામના સરપંચને પૂછ્યું કે છેલ્લે આ સ્કૂલને ક્યારે કલર થયો હતો અને આખી સ્કૂલની સાફસફાઈ થઈ હતી?

સરપંચે કહ્યું કે બજેટના અભાવે વીસ વર્ષથી સ્કૂલને કલર થયો નથી!

મજૂરોએ કહ્યું કે અમને કલર, બ્રશ, ચૂનો અને બીજી વસ્તુઓ અપાવો અમે આ સ્કૂલને કલર કરી દઈશું.

દોસ્તો, કપરા સમયમાં કોઈને ગાળો આપીને બળાપો ઠાલવવાની કે નસીબને કોસીને મણમણના નિસાસા નાખવા જેવી પ્રવૃત્તિ તો બધા લોકો કરતા હોય છે, પણ જ્યારે મજૂરીની મંજૂરી ન મળતી હોય, આવક બંધ હોય ત્યારે સામે ચાલીને રૂડુંરૂપાળું કામ કરી આપવાનો વિચાર આવવો અને એ અમલમાં મૂકવો એ મોટી વાત છે. અને કામ ન કરી શકવાને કારણે આવક બંધ હોય ત્યારે કોઈ સામે ચાલીને પૈસા આપતા હોય ત્યારે એ પૈસાનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કરવો એ તો ખૂબ મોટી વાત છે (ઘણા ‘કરોડપતિ-અબજપતિ ભિખારીઓ’ માટે આ વાત સમજવાનું મુશ્કેલ છે).

સિકર ગામની એ સ્કૂલને કલર કરી આપનારા મજૂરોએ કશું પણ બોલ્યા વિના મોટો બોધ આપી દીધો છે.

ઘણા ફાઈવસ્ટાર બાવાઓ, બાબાઓ, બાપુઓ, સ્વામીઓ અને મહારાજોના શબ્દો પોકળ હોય છે. એના કરતા આવા મૂક રીતે કરાયેલા કામ પરથી પ્રેરણા લેવી જોઈએ.આ મજૂરોની વાત તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.

આ વાત મારા નામ સાથે કે મારી વૉલ પરથી જ શેર કરવી જરૂરી નથી. કોઈ પણ રીતે અને કોઈ પણ માધ્યમથી આ વાત શેર કરજો

કોરોનાના કેર વચ્ચે સતત નેગેટિવ ન્યૂઝના મારા વચ્ચે આ વાત ખારા રણમાં મીઠી વીરડી જેવી છે.

સેલ્યુટ એ ગરીબ મજૂરોની ભાવનાને અને ખુદદારીને.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો