ધો 3 થી 8ના પાઠ્ય પુસ્તકો પર ક્યુઆર કોડ હશે, ઓનલાઈન પણ વાંચી શકાશે, ખાનગી સ્કૂલોમાં પણ સરકારે આપેલાં પુસ્તકો જ ભણાવાશે
નવા શૈક્ષણિક સત્રમાં તમામ સ્કૂલોમાં ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા આપવામાં આવેલાં પુસ્તકો જ ભણાવવાં પડશે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.શહેર-જિલ્લાના 3 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓના 150 કરોડ રૂપિયાની બચત થશે. ખાનગી સ્કૂલોમાં બાળકોના વાલીઓને પુસ્તકો પાછળ 3 હજારથી લઇને 5 હજાર જેટલો ખર્ચો થતો હોય છે.
શહેર-જિલ્લામાં અંદાજિત 350 જેટલી ખાનગી શાળાઓમાં 3 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલોમાં ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાંઆવેલાં પુસ્તકાેમાંથી હવે અભ્યાસ કરાવવાનો રહેશે. ખાનગી પ્રકાશકો અને ખાનગી લેખકોનાં પુસ્તકાે સ્કૂલોમાં લાવી શકાશે નહિ કે સ્કૂલો દ્વારા પણ તેનો ઉપયોગ અભ્યાસમાં કરાવી શકાશેનહિ. વાલીઓને શિક્ષણ વિભાગના આ નિર્ણયથી ઘણી રાહત થશે. આ આદેશનો અમલ કરાવવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રકારના 15 જેટલા મુદ્દાઓ આવરીને આદેશ કર્યા છે. બોર્ડે જે નિર્ણય લીધો છે તેનો અમલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કરાવવાનો રહેશે.
ધો 9થી 12નાં પુસ્તકોના ક્યુઆર કોડ હજુ તૈયાર થયા નથી
શિક્ષણ વિભાગે ધોરણ 3થી 8 નાં પુસ્તકો ક્યુઆર કોડ સાથે તૈયાર કર્યાં છે. જેના પગલે વિદ્યાર્થી મોબાઇલ અને કોમ્પ્યૂટર પર પુસ્તકો ઓનલાઇન વાંચી શકશે. ધોરણ 3થી 8ના પુસ્તકો બાદ હવે ધોરણ 9 થી 12નાં પુસ્તકોને પણ ક્યુઆર કોડ પ્રમાણે તૈયાર કરાશે. ત્યારે બાદ તે પણ ઓનલાઈન દેખાશે.
સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સ્કૂલોમાં ધ્યાન રાખશે
શિક્ષણ બોર્ડે કડક શબ્દોમાં સરકારના આ નિર્ણયનો અમલ કરવાનો આદેશ કર્યો છે. નિયમનું પાલન કરાવવામાં કોઇ પણ નિષ્કાળજી જણાશે તો પગલાં ભરવામાં આવશે. આનો અમલ કરાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સ પણ બનાવવામાં આવશે. એપ્રિલ 2020 માં જ તમામ સ્કૂલોમાં નિયમ લાગુ પડી જશે.
સરકારે વિદ્યાર્થીઓની માહિતી મેળવી લેવી જોઇએ
એપ્રિલ 2020 થી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે નવા સત્ર શરૂ થવાની સાથે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પણ પાઠ્ય પુસ્તક આપવાનો નિર્ણય લીધો છે. જેનાથી વાલીઓને ફાયદો થશે. શિક્ષણ વિભાગે સ્કૂલો પાસેથી વહેલી તકે વિદ્યાર્થીઓની માહિતી મેળવી લેવી જોઇએ જેથી વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો મળી રહે. -પરેશ શાહ, આચાર્ય, જય અંબે સ્કૂલ
બાળકોના ભવિષ્ય પાછળ બચત કરી શકાશે
મારી પુત્રી ધોરણ 8માં અભ્યાસ કરે છે .વર્ષે અંદાજિત 4 હજાર જેટલો ખર્ચો થાય છે. સરકારના પુસ્તક આપવાના નિર્ણયના પગલે ઘણી રાહત થશે. જે પણ રૂપિયાની બચત થશે તે બાળકોના ભવિષ્ય માટે કામે લાગશે. – સોનુ ચૌહાણ, વાલી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

