પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી. તેણે છઠીવાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે તે ભારતની સૌથી સફળ શટલરબની ગઈ છે. તે 2013 અને 2014 બ્રોન્ઝ મેડલ જીતી હતી, જયારે 2017 અને 2018માં સિલ્વર મેડલ જીતી હતી. સતત બે વાર ફાઇનલમાં હારનો સામનો કર્યા પછી છેવટે સિંધુએગોલ્ડ મેડલ જીત્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત પર સિંધુને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું- પીવી સિંધુએ ફરીથી ભારતને ગૌરવની અનુભૂતિ કરાવી. બીડબ્લ્યુએફવર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતવા બદલ તેમને અભિનંદન. તે જે જુસ્સા બેડમિંટન રમે છે તે પ્રેરણાદાયક છે. સિંધુની સફળતા ખેલાડીઓની આગામી જનરેશનને પ્રેરણારૂપ કરશે.

સિંધુએ 16 મિનિટમાં પ્રથમ ગેમ, 20 મિનિટમાં બીજી ગેમ જીતી

સિંધુ શરૂઆતથી પોતાની હરીફ પર હાવી રહી હતી. તેણે 21-7થી પ્રથમ ગેમ 16 મિનિટમાં જીતી હતી. સિંધુની ઝડપ, નેટ પ્લે અને સ્મેશનો ઓકુહારા પાસે કોઈ જવાબ ન હતો. સિંધુ એટલુ એગ્રેસીવ રમી હતી કે ઓકુહારા માનસિક રીતે તણાવમાં આવી ગઈ હોય તેમ જણાતું હતું.

બીજી ગેમમાં પણ સિંધુની લયમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. તેણે અનફોર્સ્ડ એરર ન કરતા ઓકુહારાને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. 20 મિનિટમાં 21-7થી ગેમ જીતીને તેણે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી.

2017 અને 2018માં સિલ્વર મેડલ જીતી હતી

પાંચમી ક્રમાંકિત સિંધુએ સેમિફાઇનલમાં ચીનની ચેન યૂ ફેઈને 21-7 21-14થી 40 મિનિટમાં હરાવી હતી. તેણે ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર 1 તાઈપેઈની તાઈ ઝૂ યિંગને 12-21, 23-21, 21-19થી હરાવી હતી.

સિંધુએ 2018 અને 2017માં સિલ્વર મેડલ જીત્યા હતા. જયારે 2013 અને 2014માં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 2017ની વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ હજી પણ ભારતીય ફેન્સને યાદ હશે. તે સ્પર્ધાના ઇતિહાસમાં સૌથી લાંબી મહિલા સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચ બની હતી. 110 મિનિટની મેરેથોનને અંતે, પીવી સિંધુએ નોઝોમી ઓકુહારા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સિંધુ તે ફાઇનલની નિર્ણાયક ગેમમાં 19-17થી આગળ હતી તેમ છતાં તે મેચ હારી હતી. જયારે 2018માં સિંધુ કેરોલિના મેરિન સામે ફાઇનલમાં હારી હતી.

ભારતીય શટલર્સ બીજી વખત બે મેડલ સાથે પાછા ફરશે

વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં આ બીજી વખત હશે, જ્યારે ભારતીય શટલર્સ બે મેડલ સાથે ઘરે પરત ફરશે. આ અગાઉ 2017 માં સાઇનાએ બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે જ સિંધુએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. સિંધુ ઉપરાંત પ્રણીત પણ આ વર્ષે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો