4 લાખનું ઓપરેશન સયાજી હોસ્પિટલમાં નિ:શુલ્ક કરાયું : યુવકના દાંતમાં થયેલો પસ હૃદય અને ફેફસાંમાં ભરાયો હતો, ખાનગી તબીબે સ્વૈચ્છિક સેવા આપી
નંદેસરીના 22 વર્ષીય સેમ્યુઅલ પ્રભાતને ગળામાં સોજો થતાં SSG ઇએનટી વિભાગમાં આવ્યો હતો. તેના હૃદય અને ફેફસાની આસપાસના મીડિયા સ્ટીનલ માં પસ ભરાઇ જતાં બુધવારે ઓપરેશન કરાયું. ખાનગી હોસ્પિટલમાં તેનો ખર્ચ 4 લાખ થાય. ઓપરેશનની વાત કાર્ડિયોથોરાસિક સર્જન ડો. વિપુલ વાઘેલાના શબ્દોમાં…
પહેલી 30 મિનિટ : ગળાના નીચેનાથી અસ્થિ પિંજર સુધીનો ભાગ ખોલવો પડે
દર્દીને દાંતમાં પસ થયા બાદ ગળામાં દુ:ખાવો થયો હતો. હૃદય-ફેફસાની આસપાસ પસ હોવાથી ગળાના નીચેથી અસ્થિ પિંજરની નીચે સુધીનો ભાગ ખોલવો પડે તેમ હતો. હૃદય અને ફેફસાની આસપાસના સ્ટરનમ વિસ્તારને ખોલતાં બ્લીડિંગ થાય તે સહજ હતું. જેથી 20થી 25 જગ્યાએ નળીઓને વિશેષ મેટલ ક્લિપ્સથી બંધ કરવી પડે.
બીજી 30 મિનિટ : હૃદય અને ફેફસાની આસપાસની ચામડી ખોલીને પસ કઢાયો
હૃદયની આસપાસનો પસ કાઢવા તેની ફરતેનું પડ પેરિકાર્ડિયમ ખોલ્યું હતું. હૃદયની પાછળ જ ફેફસા હોય છે. આ બંનેની આસપાસથી 250 મિલિ જેટલો પસ કઢાયો હતો. દરમિયાન હૃદયમાંથી હાથમાં જતી નસ પણ ખુલ્લી થઇ હતી. તેથી ખભાના ઉપરના ભાગથી છાતી સુધીની ત્વચા કાઢવી પડી હતી. અહીં પ્લાસ્ટિક સર્જનનું કામ મહત્ત્વનું હતું.
ત્રીજી 30 મિનિટ : ટાંકા લઇને ખુલ્લો ભાગ બંધ કર્યો, હૃદયને સલામત રાખ્યું
ફેફસાને પણ સહેજ નુકસાન થયું હતું, તેથી ટાંકા લેવા પડ્યા. ઝીણા સ્ટીલના સ્ટર્નલ ક્લોઝર વાયર સાથે ટાંકા લીધા. 2-2 ફૂટના 3 વાયર વપરાયા હતા. ટાંકા લેતી વેળા હૃદયને નુકસાન ન થાય તે પડકાર હતો. ઓપરેશનમાં લાલ લોહી તરીકે ઓળખાતું પેક સેલ વોલ્યૂમ 300 મિલી, 2 બેગ પ્લાઝમા વપરાયા હતા.3 વર્ષે આવો કેસ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

