પંજાબમાં પંચાયતનો આદેશ: દરેક ઘરમાંથી એક સભ્ય દિલ્હી બોર્ડર પહોંચે, ના પહોંચનારને 1500 રૂપિયા દંડ અથવા સામાજિક બહિષ્કાર કરવામાં આવશે

પંજાબના બઠિંડા જિલ્લાના ગામ વિર્ક ખુર્દની પંચાયતે આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં એક આશ્ચર્યજનક આદેશ કર્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ગામના દરેક પરિવારમાંથી એક સભ્યએ દિલ્હી બોર્ડર જવું પડશે. જે પરિવાર આ આદેશ નહીં માને તેમને 1500 રૂપિયાનો દંડ કરાશે અથવા તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. પંજાબની બીજી પંચાયતો પણ આવો પ્રસ્તાવ પસાર કરવાની તૈયારી કરી રહી છે.

26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા અને ત્યાર પછી સરકારના કડક વલણને ધ્યાનમાં રાખીને ખેડૂતો ઘરે પરત ફરી રહ્યા છે. એને કારણે આંદોલન કરતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ સંજોગોમાં હવે પંચાયતોએ મોરચો સંભાળ્યો છે. ગુરુદ્વારામાંથી એવી જાહેરાત કરવાનું કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં આંદોલન હજી ચાલુ જ છે, વધુ ને વધુ લોકો દિલ્હી પહોંચો. કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખવો.

ગામની એક વ્યક્તિએ 7 દિવસ દિલ્હીમાં રહેવું જરૂરી

વિર્ક ખુર્દ પંચાયતના આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આંદોલનમાં જનારી વ્યક્તિએ ત્યાં ઓછામાં ઓછા સાત દિવસ રહેવું પડશે. આંદોલનમાં જો કોઈના વાહનને નુકસાન થશે તો એ નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે ગામની રહેશે.

સોશિયલ મીડિયા પર ગુરુદ્વારામાં જાહેરાત કરવાની અપીલ

ભારતીય કિસાન યુનિયન ફરી લોકો સુધી સોશિયલ મીડિયા દ્વારા પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ અપીલ કરી રહ્યા છે કે ગામડાંના ગુરુદ્વારાથી જાહેરાત કરીને જણાવવામાં આવે છે કે દિલ્હી બોર્ડર પર આંદોલનનું સ્ટેજ ફરી લાગી ગયું છે. બધા ફરી શાંતિથી ધરણાં કરવા બેસી ગયા છે. ટીવી પર આંદોલનકારીઓ પરત ફરી રહ્યા છે એવી ખોટી અફવા ચાલી રહી છે. હકીકત એના કરતાં સાવ ઊંધી છે કે દિલ્હીમાં બમણી ભીડ ભેગી થવા લાગી છે. દિલ્હીમાં ઈન્ટરનેટ બંધ છે, નહીં તો તમને ઘટનાસ્થળની સ્થિતિ લાઈવ કરીને બતાવી દેત.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો