પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો : ખાનગી શાળાઓ ઈચ્છા થાય એમ ફી નહીં વધારી શકે; શાળાઓ કોઈ ખાસ દુકાનથી જ પુસ્તક-ડ્રેસ ખરીદવા દબાણ ના કરી શકે

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓની ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકશે નહીં. આ સાથે CM ભગવંત માને કહ્યું છે કે કોઈ પણ શાળા કોઈ ખાસ દુકાનથી પુસ્કત અને ડ્રેસ ખરીદવા માટે પણ દબાણ કરી શકશે નહીં. આ નિર્ણય બાદ બાળકોના માતાપિતાને ઘણી રાહત મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે CM માન પંજાબમાં શિક્ષણના ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.

મંગળવારે પટિયાલામાં યોજાયેલા એક કાર્યક્રમમાં CM માન પંજાબ યુનિવર્સિટીને દેવામાંથી મુક્ત કરવાની વાત કહી હતી. આ સાથે તેમણે ખાતરી આપી છે કે શાળા તથા કોલેજોના શિક્ષણને લગતા તમામ પડતર પ્રશ્નોનોનો જલ્દીથી ઉકેલ મેળવવામાં આવશે. અમારા યુવકોને રાજ્યમાં પોતાની ક્ષમતાને પ્રદર્શિત કરવા માટે પૂરતી તક મળશે,જેથી સમાજના આદર્શ નાગરિક બની શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભૂતપુર્વ ધારાસભ્યોને ફક્ત એક જ કાર્યકાળ માટે જ પેન્શન આપવાની જાહેરાત કરી હતી.

શાળામાં ફી નહીં વધેઃ CM માન
શાળાઓ શૈક્ષણિક ફીમાં કોઈ જ વધારો કરી શકશે નહીં. આ ઉપરાંત CM માને જણાવ્યું હતું કે બાળકોના માતા-પિતા કોઈ પણ દુકાનથી પોતાની અનુકૂળતા પ્રમાણે પુસ્તકો અને ડ્રેસ ખરીદી શકે છે. સરકારનો આ આદેશ તાત્કાલિક રીતે અમલી બન્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે શિક્ષણ વિભાગ તરફથી સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ શાળા આ આદેશનું પાલન નહીં કરે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ધારાસભ્યોના પેન્શન અંગે મહત્વનો નિર્ણય લીધો
સત્તા સંભાળ્યા બાદ ભગવંત માન એક પછી એક મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે. આ અગાઉ ગયા શુક્રવારે ધારાસભ્યોના પેન્શન અંગે એક મોટો નિર્ણય લીધો હતો. હવેથી ધારાસભ્યોને એક જ પેન્શન મળશે. અત્યાર સુધી એક વ્યક્તિ અનેક વખત ધારાસભ્ય બનતી હતી અને તેમના પેન્શનની રકમનો સતત ઉમેરો થતો રહેતો હતો.

ભગવંત માને પંજાબમાં મંત્રિમંડળ વિસ્તરણ બાદથી પ્રથમ બેઠકમાં સરકારી વિભાગમાં 25000 બેઠકો માટે ભરતીની જાહેરાત કરી હતી. પંજાબમાં ભગત સિંહના ડેથ એનિવર્સરી 23 માર્ચના રોજ પ્રત્યેક વર્ષે રજાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે પંજાબ વિધાનસભા પરિસરમાં ડો.ભીમરાવ આંબેડર અને શહીદ ભગત સિંહની પ્રતિમા લગાવવાની જાહેરાત કરી હતી.

પંજાબમાં 35000 હંગામી કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત CM ભગવંત માને પંજાબમાં સરકારી અધિકારી અથવા કર્મચારી દ્વારા લાંચ માગવાના સંજોગોમાં ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 9501 200 200 જાહેર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો