IITમાં ટોપ કરનાર ચિરાગે લક્ષ્યાંક હાંસલ કરવા 2 વર્ષ સુધી મોબાઈલનો નથી કર્યો ઉપયોગ કે ટીવી જોઈ નથી, મંગળ ગ્રહ પર ભારત માટે કોલોની વસાવવાનું છે સ્વપ્ન

ઈન્ડિયાન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીએ JEE એડવાન્સ 2020 પરીક્ષાના 7 દિવસ બાદ પરિણામ જાહેર કર્યાં છે. પુણેના રહેવાસી 18 વર્ષિય ચિરાગ ફ્લોરે AIR-1 હાંસલ કર્યો છે. ચિરાગા 396 પૈકી 352 માર્ક્સ આવ્યા છે. આ સફળતા બાદ તેના વડગાંવ શેરી સ્થિત કરણ આશિયાના સોસાયટીવાળા ઘરમાં આનંદ-ઉત્સાવનો માહોલ છે. કોરોનાને લીધે લોકો ફોન અને વીડિયો કોલ મારફતે અભિનંદન પાઠવી રહ્યા છે. ટોપ કરવા છતાં ચિરાગ દેશની કોઈ પણ સંસ્થામાં પ્રવેશ નહીં મેળવે. તેનું સ્વપ્ન મંગળ ગ્રહ પર દેશ માટે કોલોની વસાવાનું છે.

8 થી 12 કલાક અભ્યાસ કરતો હતો

ચિરાગે કહ્યું કે સારા પરિણામને લઈ વિશ્વાસ હતો. પણ ટોપ આવીશ તેવી મને આશા ન હતી. ચિરાગ તેની સફળતાનો શ્રેય માતા-પિતા, બહેન, શિક્ષક અને આકાશ ઈન્સ્ટિટ્યુટને આપે છે. તે કહે છે કે IITની તૈયારી તેણે ધોરણ 9થી જ શરૂ કરી દીધી હતી. તે દરરોજ 8થી 12 કલાક વાંચતો હતો.

મોદીએ ચિરાગને કહ્યું હતું-જે નક્કી કરો તે પૂરું કરીને જ છોડો
આ વર્ષ જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે બાળશક્તિ પુરસ્કારથી સન્માનિત થઈ ચુકેલા ચિરાગ ફ્લોર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી ચુક્યો છે. તે સમયે ચિરાગે કહ્યું હતું કે “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવું તે મારા માટે ગર્વની વાત છે. તેઓ મારા રોલ મોડેલ રહ્યા છે. જે પ્રકારે તેમનો દેશ પ્રત્યેનો દ્રષ્ટિકોણ છે તે પ્રકારે જ હું વિચારું છું. મુલાકાત સમયે તેઓ કોઈ પણને કન્ફર્ટેબલ કરતા હતા. તેમણે કહ્યું- જીવનમાં જે નક્કી કરી લો તે પૂરું કરીને જ છોડો અને હંમેશા માતા-પિતાનું સન્માન કરો.

IITમાં ટોપ કરવા છતાં ચિરાગ દેશની કોઈ પણ ઈન્સ્ટિટ્યુટમાં પ્રવેશ નહીં મેળવે. તે મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT,અમેરિકા) માંથી એન્જીનિયરિંગ કરી રહ્યો છે. એડમિશન થવા છતાં કોરોના લોકડાઉનને લીધે ત્યા જઈ શક્યો નહીં. અત્યારે તે ઓનલાઈન ક્લાસિસ જોઈન કરે છે. ચિરાગે કહ્યું કે શરૂઆતથી જ મારા સપના MIT જવાનું હતું. પણ હું સ્પષ્ટ કરી દઉં કે ફક્ત અભ્યાસ કરવા માટે ત્યાં ગયો છું, ત્યારબાદ પરત ફરીશ અને મારા દેશમાં જ કામ કરીશ.

ભારતીયો માટે મંગળ ગ્રહ પર કોલોની વસાવવાનું સપનુ છે

ચિરાગ કહે છે કે અભ્યાસ પૂરો કર્યા બાદ તેનું સપનુ મંગળ ગ્રહ પર જવાનું છે. તે મંગળ ગ્રહ પર ભારતીયો માટે સેકન્ડ હોમ તૈયાર કરવા ઈચ્છે છે. તે ઈચ્છે છે કે જેમ આપણા દેશમાં એક જગ્યાથી અન્ય જગ્યા જઈ શકાય છે, તેમ લોકો પૃથ્વીથી મંગળ ગ્રહ સુધી જઈ શકે. ચિરાગનું કહેવું છે કે તે મુશ્કેલ ચોક્કસ છે, પણ અશક્ય નથી. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે જો તમે કોઈ લક્ષ્ય નક્કી કરી લીધો છે તો તેની પાછળ ત્યાં સુધી લાગ્યા રહો કે જ્યાં સુધી તે પૂરું ન થાય. મને વિશ્વસ છે કે એક દિવસ મને સફળતા મળશે.

2 વર્ષ સુધી મોબાઈલ ફોન, ટીવી અને સોશિયલ મીડિયાથી દૂર રહ્યો

પોતાના લક્ષ્યને પૂરા કરવા માટે ચિરાગે 2 વર્ષ સુધી મોબાઈલ ફોનથી દૂર રહ્યો અને ટીવી જોયુ નહીં. લોકડાઉનને લીધે મજબૂરીમાં માર્ચમાં સ્માર્ટફોન લેવો પડ્યો. જોકે, એક્ઝામના કેટલાક દિવસ અગાઉ તેણે ફોનથી અંતર બનાવી લીધુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો