જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની પહેલી વરસી: શહીદોને CRPFની સલામ, જવાનોના યાદ કર્યા અને લખ્યું ‘અમે ભૂલ્યા નથી, અમે છોડ્યા નથી’
પાકિસ્તાનની નાપાક કરતૂતના લીધે આજના જ દિવસે ગયા વર્ષે આપણે આપણા 40 જવાનોને ગુમાવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની આજે પહેલી વરસી છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યું છે. સીઆરપીએફ એ પણ પોતાના જવાનોના યાદ કર્યા અને લખ્યું છે ‘અમે ભૂલ્યા નથી, અમે છોડ્યા નથી’. 14મી ફેબ્રુઆરીના રોજ જ્યારે હુમલો થયો ત્યારે પણ સીઆરપીએફે કંઇક આવી જ ટ્વીટ કરી હતી.
શુક્રવારના રોજ CRPFએ ટ્વીટ કરી લખ્યું, ‘તમારા શૌર્યના ગીત, કર્કશ શોરમાં ખોવાયા નથી. ગર્વ એટલો હતો કે અમે મોડા સુધી રડયા નથી..’ આગળ લખ્યું, ‘અમે ભૂલ્યા નથી, અમે છોડ્યા નથી. અમે અમારા ભાઇઓને સલામ કરીએ છીએ, જેમણે પુલવામામાં દેશ માટે જીવ આપ્યો. અમે તેમના પરિવારોની સાથે ખભે ખભો લગાવી ઉભા છીએ.’
"तुम्हारे शौर्य के गीत, कर्कश शोर में खोये नहीं।
गर्व इतना था कि हम देर तक रोये नहीं।"WE DID NOT FORGET, WE DID NOT FORGIVE: We salute our brothers who sacrificed their lives in the service of the nation in Pulwama. Indebted, we stand with the families of our valiant martyrs. pic.twitter.com/GfzzLuTl7R
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) February 13, 2020
આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ પુલવામામાં હુમલો કર્યો હતો. એક ગાડી બોમ્બથી ભરેલી આવી અને CRPFના કાફલા સાથે અથડાઇ. ત્યારબાદ ધમાકાએ 40 જવાનોના જીવ લઇ લીધા.
WE WILL NOT FORGET, WE WILL NOT FORGIVE:We salute our martyrs of Pulwama attack and stand with the families of our martyr brothers. This heinous attack will be avenged. pic.twitter.com/jRqKCcW7u8
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) February 15, 2019
ત્યારે CRPFએ કહ્યું હતું, અમે ભૂલીશું નહીં!
જે રીતે ટ્વીટ આજે કરી છે, કંઇક એવી જ ટ્વીટ ગયા વર્ષે કરી હતી. જ્યારે આખો દેશ જવાનોને ગુમાવ્યાના ગમમા હતો, ત્યારે જોશ ભરવા માટે સીઆરપીએફે એક ટ્વીટ કરી હતી. ટ્વીટમાં લખ્યું હતું, ‘અમે ભૂલીશું નહીં, અમે છોડીશું નહીં. પુલવામામાં શહીદ થયેલા જવાનોને અમે સલામ કરીએ છીએ અને તેમના પરિવારોની સાથે છીએ. આ જઘન્ય ગુનાનો બદલો લેવાશે.’
સેનાએ લીધો હતો બદલો
ઉલ્લેખનીય છે કે પુલવામાનો હુમલો કરનાર આતંકીઓને સેનાએ તરત મારવાનું શરૂ કરી દીધું હતું. 100 કલાકની અંદર પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ અને જૈશના સ્થાનિક આતંકી કામરાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ થોડાંક દિવસ બાદ 27મી ફેબ્રુઆરીના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં સેંકડો આતંકીઓને માર્યાનો દાવો કર્યો હતો. આ સિવાય એ આતંકીઓનો પણ ખાત્મો કરી દીધો જેમનું નામ પુલવામાના આતંકી હુમલા સાથે જોડાયું હતું. તેમાં આદિલ અહમદ ડાર, મુદસિર ખાન, કામરાન અને સજ્જાદ ભટ્ટ જેવા નામ સામેલ હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

