ગૌરવ: ગુજરાતની દીકરી પૂજા પટેલે એશિયન યોગા કોમ્પિટિશનમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ

બાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલી એશિયન યોગા કોમ્પિટિશનમાં બહુચરાજી તાલુકાના અંબાલા ગામની દીકરી પૂજા પટેલે 2 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ હાંસલ કરી દેશમાં ગૌરવ વધાર્યુ છે. 26 અને 27 જુલાઈના રોજ ઢાકામાં યોજાયેલી એશિયન યોગા કોમ્પિટિશનમાં ભારત, બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચે સ્પર્ધા જામી હતી. જેમાં મહેસાણાની પૂજા પટેલનો ડંકો વાગ્યો હતો. પૂજાએ જોરદાર યોગ કૌશલ્ય પ્રદર્શિત કરી વિવિધ ચાર સ્પર્ધામાં 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા.

મહેસાણા જિલ્લાના અંબાલા ગામની અને હાલમાં કડીમાં રહી અભ્યાસ કરતી ગુજરાતની ગોલ્ડ મેડાલિસ્ટ યોગાક્વીન પૂજા પટેલે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે તેના યોગ કૌશલ્યનો પરિચય કરાવ્યો છે. તાજેતરમાં હરિયાણામાં જીત મેળવી હતી અને હવે દેશનું શુકાન સંભાળીને બાંગ્લાદેશના ઢાકામાં એશિયન યોગા ચેમ્પિયનશીપમાં મહેસાણાની પૂજા ફરીવાર વિજય બની અને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવી છે.

અંબાલાની યોગાક્વીન બાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલી સ્પર્ધામાં ઝળકી

આજે પૂજાના પ્રયત્ન થકી દેશ અને ગુજરાત સહીત ઇન્ટરનેશનલ સ્પર્ધામાં એટલા મેડલ મેળવ્યા છે કે, આજે તેને સજાવવા માટે કબાટ પણ હાલમાં ટૂંકા પડે છે. તેથી મહેસાણાની આ દીકરીએ યોગ ગુરુ નહીં પરંતુ યોગાક્વીન કરીકે પ્રસિદ્ધિ મેળવી છે અને સ્ત્રી શક્તિનું આગવુ ઉદાહરણ ઉભું કર્યું છે તેમ કહીએ તો નવાઇ નથી.

પૂજાને યોગાની ટ્રેડિશનલ અને આર્ટિસ્ટિક સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ, જ્યારે રેધેમિક અને આર્ટિસ્ટિક પેર સ્પર્ધામાં 2 સિલ્વર મેડલ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ખેડૂત પિતા પાસેથી યોગા શીખનાર પૂજા આ અગાઉ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક મેડલો અને સન્માનપત્રોથી સન્માનિત થઇ ચૂકી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો