ગુજરાતના વાહન ચાલકો પર વધુ એક બોજ: PUC સર્ટિફિકેટના દરમાં કરાયો તોતિંગ વધારો

રાજ્ય સરકારે વાહનોની PUC(પોલ્યુશન અંડર કન્ટ્રોલ) સર્ટિફિકેટના દરમાં 50થી લઈ 140 ટકાનો તોતિંગ વધારો કર્યો છે. આ નવા વધારા મુજબ, ટુ-વ્હીલરના દરમાં રૂ.10 એટલે કે 50 ટકાનો વધારો કરી રૂ.20ને બદલે રૂ.30 કરવામાં આવ્યા છે. જ્યારે થ્રી વ્હીલર વાહનોના દરમાં રૂ.35નો એટલે કે 140 ટકાનો વધારો ઝીંકીને રૂ.25ના રૂ.60 કરવામાં આવ્યા છે. તેમજ ફોર વ્હીલર(પેટ્રોલ)ના દરમાં રૂ.30નો એટલે કે 60 ટકાનો વધારો કરી રૂ.50ને બદલે રૂ.80 કર્યા છે. આ ઉપરાંત મીડિયમ અને હેવી વ્હીકલની PUCના દરમાં રૂ.40નો એટલે કે 70 ટકાનો વધારો કરી રૂ. 60ના રૂ. 100 કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

PUC ન હોય તો કેટલો દંડ થાય?

PUC ન હોય તેવા વાહનો સામે મોટર વાહન અધિનિયમની કલમ 190(2) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. જેનો દંડ રૂ.1000 પ્રથમવારના ગુના માટે અને ત્યાર બાદ રૂ 2000 નિયમ તોડવાના પ્રત્યેક બનાવદીઠ ભરવાના રહેશે.

વાહનમાં પ્રદુષણની માત્રાની ચકાસણી આ સ્થળે કરાવી શકાય

પ્રદુષણની માત્ર ચકાસણી કમ્પ્યુટરાઇઝ્ડ સુવિધા અને PUC(વાહનોના ઉત્સર્જનનું ધોરણ) ઘણા પેટ્રોલપંપ કે વર્કશોપ ઉપરથી મળી શકે છે. આ અધિકૃત પોલ્યુશન ચેકીંગ સેન્ટરો ગુજરાતમાં સમગ્ર સ્થાને આવેલાં છે. હાલમાં 410 પેટ્રોલ-CNGથી ચાલતા વાહનો માટે અને ડિઝલ વાહનો માટે 231 કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો જો વાહનો ઉત્સર્જન નિયમનું પાલન કરતાં હોય તો PUC આપે છે. જો વાહનો નિયમભંગ કરતાં હોય તો વાહનોની જરૂરી મરામત કરવાની જરૂરીયાત રહે છે.

વાહનને PUC સર્ટિફિકેટની ક્યારે જરૂર પડે?

  • નવા વાહન માટે 1 વર્ષ
  • પછી BS III માટે -દરેક 6 મહિના પછી
  • પછી BS IV માટે -દરેક 1 વર્ષ પછી

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી રાજ્યમાં નવા મોટર વ્હિકલ એક્ટનો અમલ કરાવવા સમયે હેલ્મેટ, HSRP નંબર પ્લેટ અને PUC ફરજિયાત કરવામાં આવ્યા હતા. તે વખતે PUC કઢાવવા માટે PUC કેન્દ્રો પર લાંબી લાંબી કતારો જોવા મળી હતી. રાજ્યમાં PUC કઢાવવા માટે તારો લાગી ત્યારે મોટા ભાગના વાહન ચાલકોની PUC એક્સપાયર થઈ ગઈ હતી. જેને પગલે વાહન વ્યવહાર કમિશ્નરે રાજ્યમાં 1500 PUC સેન્ટરો શરૂ કરવા માટે આરટીઓ કચેરીમાં અરજીઓ મંગાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો