લોકડાઉનમાં મોટાભાઇની ચિતા ઠરે એ પહેલા ફરીથી ડ્યૂટી પર હાજર થયા દાહોદના PSI, કહ્યું: અત્યારે પરિવાર કરતા દેશને મારી વધારે જરૂર છે
કોરોના વાઈરસને પગલે હાલ રાજ્યભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે દાહોદના ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પી.કે. જાદવ મોટાભાઇના મૃત્યુ બાદ અંતિમવિધી પતાવીને ફરજ પર હાજર થઇ ગયા હતા. મુખ્યમંત્રી ફોન કરીને આવી વિકટ પરિસ્થિતિમાં ફરજ ઉપર હાજર થવા બદલ PSI પી.કે. જાદવને અભિનંદન આપ્યા હતા અને મોટાભાઇના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. PSI પી.કે. જાદવે વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશ હાલ કોરોના વાઈરસની મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે મારા પરિવાર કરતા દેશને મારી વધારે જરૂર છે, જેથી હું મારા મોટાભાઇની અંતિમ ક્રિયા પતાવીને ફરજ ઉપર હાજર થઇ ગયો છું.
મારા માટે મારી ફરજ હંમેશા મહત્વની રહી છે
ગરબાડા પોલીસ સ્ટેશનના PSI પી.કે. જાદવે જણાવ્યું હતું કે, મારા મોટાભાઇ હરદેવસિંહ કરણસિંહ જાદવને કેન્સરની બીમારી હતી. 24 માર્ચના રોજ તેમનું અવસાન થતાં હું પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મેત્રાલ ગામ પહોંચી ગયો હતો. અને મોટાભાઇની અંતિમવિધી પતાવી હતી. પરંતુ મારા માટે મારી ફરજ હંમેશા મહત્વની રહી છે. અત્યારે મારા પરિવાર કરતા દેશને મારી વધારે જરૂર છે, જેથી લોકડાઉનની પરિસ્થિતિમાં હું મારી ફરજના ભાગરૂપે હું પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો છું.
કોવિડ-19એ આખી દુનિયાને ભરડામાં લીધી છે ત્યારે ગુજરાતમાં પણ આમાંથી બાકાત નથી. દાહોદના ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ-ઈન્સ્પેક્ટર જાદવને અમદાવાદમાં રહેતા મોટાભાઈના મોતના સમાચાર મળ્યા ત્યારે તેઓ ડ્યૂટી પર હતા. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જાદવ સતત ફરજ પર હતા. આ દરમિયાન ભાઈના મોતના સમાચારે તેમને ભાંગી નાખ્યા હતા. 7 કલાકમાં તેઓ દાહોદથી અમદાવાદ જઈને પરત આવી ગયા હતા. 7 કલાકની મુસાફરી સિવાય અમુક કલાકો ભાઈની અંતિમક્રિયા માટે ફાળવ્યા હતા.
24 માર્ચે સબ-ઈન્સ્પેક્ટર જાદવના ભાઈ હરદેવસિંહ જાદવ (63 વર્ષ)નું નિધન થયું. અમદાવાદમાં રહેતા હરદેવસિંહનું લાંબી બીમારી બાદ મોડી રાત્રે 3 વાગ્યે નિધન થયું હતું. જાદવે આ વિશે પોતાના ઉપરી અધિકારીઓને વાત કરી અને સવારે પાંચ વાગ્યે અમદાવાદ આવવા નીકળ્યા હતા. એ જ દિવસે બપોરે 3 વાગ્યે તેઓ ફરીથી ફરજ પર હાજર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગરબાડાથી અમદાવાદ પહોંચતા 3.5 કલાક જેટલો સમય લાગે છે. સબ-ઈન્સ્પેક્ટર જાદવ 10 કલાક માટે ગરબાડામાં હાજર નહોતા. જેમાંથી 7 કલાક જેટલો સમય મુસાફરીમાં વિત્યો અને બાકીના કલાકો અંતિમવિધિમાં વિત્યા હતા.
દાહોદ ખાતે ફરજ બજાવતા PSI પી.કે.જાદવના મોટાભાઈનું 24/3/2020ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું હતું.મોટાભાઈના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ પરિવારને સાંત્વના આપી અમદાવાદથી તુરંત દાહોદ આવી કોરોના સામેની લડાઈમાં ફરજ પર જોડાઈ ગયા.શ્રી જાદવ સાથે ટેલિફોનિક વાત કરી કામગીરીની સરાહના કરી pic.twitter.com/NX1gltGD8V
— Vijay Rupani (@vijayrupanibjp) March 26, 2020
સબ-ઈન્સ્પેક્ટર જાદવની ફરજ પ્રત્યેની આ નિષ્ઠા એળે ના ગઈ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ બાબતની નોંધ લીધી. તેમણે ટ્વિટ કરીને સબ-ઈન્સ્પેક્ટર જાદવની પ્રશંસા કરી હતી. સાથે જ ફોન પર વાત કરીને પણ ફરજનિષ્ઠ સબ-ઈન્સ્પેક્ટરને બિરદાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

