ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા: વલસાડમાં PSI દારૂની હેરાફેરી કરતો ઝડપાયો, POLICE લખેલી કારમાંથી મળ્યો લાખોનો દારૂ

વલસાડ (Valsad) જિલ્લાના કલગામ એસ.આર.પી.કેમ્પના (SRP camp) પીએસઆઇ (PSI) તેના એક વેપારી મિત્ર સાથે દારૂની હેરાફેરી (liquor smuggling) કરતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા છે. આમ એક પીએસઆઇને પોતાની કારમાં પોલીસ લખેલી ગાડીમાં દારૂની (Liquor caught in police car) હેરાફેરી કરતા વેપારી મિત્ર સાથે ભીલાડ પોલીસે (Bhilad police) ઝડપી સળિયા પાછળ ધકેલી તેને પણ કાયદાનું ભાન કરાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાવની વિગત એવી વાત કરીએ તો વલસાડ જિલ્લાની ભીલાડ પોલીસ દમણથી ગુજરાતની હદ પર આવેલ બામણપૂજા ચેકપોસ્ટ પર ભીલાડ પોલીસની એક ટીમ વાહન ચેકિંગમાં હતી.. એ વખતે જ દમણથી ગુજરાતમાં પ્રવેશતી પોલીસ લખેલી એક કારને પોલીસે રોકી હતી.

ત્યારબાદ તપાસ કરતાં કારની અંદર કલગામ એસઆરપી કેમ્પમાં વાયરલેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રવીણ બાગલે અને તેમના વલસાડના વેપારી મિત્ર પ્રીતમ પટેલ બેઠેલા હતા. જોકે પોલીસને શંકા જતા કારની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આથી ભીલાડ પોલીસ પણ ચોંકી ગઈ હતી. જોકે પીએસઆઇ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા પોલીસે  કોઇ પણ જાતની શેહ  શરમ રાખ્યા વિના એસ આર પી પી.એસ.આઇને પણ  સળિયા પાછળ ધકેલી દીધા હતા.

મહત્વપૂર્ણ છે કે કોરોનાકાળમાં પણ દારૂના હેરાફેરીમાં મોટી કમાણીને કારણે અત્યાર સુધી અનેક પોલીસકર્મીઓ ,વેપારીઓ અને મોટા ઘરના નબીરાઓ પણ બુટલેગરોની જેમ દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ચૂકયા છે.ત્યારે વધુ એક વખત આજે દારૂની હેરાફેરીમાં એક પી.એસ.આઇ  ઝડપાતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

જોકે પોલીસે દારુના હેરફેરીના ગુનામાં પી.એસ.આઇ પ્રવીણ બાગલે અને તેના વેપારી મિત્ર પ્રીતમ પટેલની પણ  વિદેશી દારૂના જથ્થા અને કાર મળી અંદાજે 3.30  લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો