ACBએ સલાબતપુરાના PSIને 90,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા
રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી અભિયાના ભાગરૂપે લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જુનાગઢ એન્ટી કરપ્શન બ્યુરોના જ PI ડી.ડી ચાવડા જ 18 લાખની લાંચ લેવાના કેસમાં ACBએ પકડી પાડ્યા હતા. આમ પોતાના જ ડિપાર્ટમેન્ટના ઓફિસરને લાંચ રૂશ્વત વિરોધી દળએ કાયદાનું ભાન કરાવી દીધુ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસની લાંચ રૂશ્વત વિરોધી દળની ટ્રેપમાં પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં વધુ એક અધિકારીનું નામ ઉમેરાયું છે. ત્યારે આજે સુરત ACBની સફળ ટ્રેપમાં સલાબતપુરા પોલીસ મથકના PSI ગઢવી લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા છે.
સલાબતપુરાના PSIએ ગઢવીએ એક કેસમાં સેટિંગ કરવા માટે 90 હજાર રૂપિયાની લાંચ માંગી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. ફરિયાદીએ આ મામલે ACBને જાણ કરી હતી જેથી લાંચ રૂશ્વત વિરોધી દળએ ટ્રેપ ગોઠવી હતી અને ACBની સફળ ટ્રેપમાં આજે PSI ગઢવી 90 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
તમને જણાવી દઇએ કે, સલાબતપુરા પોલીસ મથકના PSI બ્રીજેશદાન ગઢવી દ્વારા ફરિયાદમાંથી નામ કઢાવવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. પરંતુ PSI બ્રીજેશદાન ગઢવીને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. હાલ એસીબીએ પીએસઆઈ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

