લ્યો બોલો! રાજકોટના સાતડા ગામે લોકોએ જાતે રસ્તાનું રિપેરીંગ કામ ચાલુ કરતા PSIએ 40 હજારની લાંચ માગી, ગ્રામજનો વિરોધે ચઢ્યા
રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં રસ્તાનું સમારકામ કરવા મુદ્દે કુવાડવા પોલીસ સ્ટેશનના PSIએ ગામના આગેવાન પાસેથી 40 હજાર રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. જેથી ગામ લોકોએ વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. લોકોની માંગ છે કે કુવાડવા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરવામાં આવે.
ગામ લોકોએ મળીને રસ્તાનું સમારકામ ચાલુ કર્યું હતું
રાજકોટના સાતડા ગામમાં રોડ-રસ્તાની બિસ્માર હાલત થઈ જતા ગામ લોકોએ મળીને રસ્તાનું રિપેરીંગ કામ ચાલુ કર્યું હતું. ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશનના PSIએ 40 હજાર રૂપિયા આપવા માટે ગામના આગેવાન અમીરભાઈને ફોન કર્યો હતો. જેથી અમીરભાઈએ જણાવ્યું હતું કે અમે બધા ભેગા મળીને રસ્તાનું સમારકામ કરાવી છીએ. એમાં પૈસા થોડા આપવાના હોય ગામની સેવા કરવામાં આવે છે. ત્યારે PSIએ કહ્યું હતું કે મારે પણ પૈસા ઉપર આપવાના હોય. જેથી ગામ લોકોએ PSIને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

