અમદાવાદી રિક્ષાવાળાનું અનોખું અભિયાન, ચાઇના માલના બોયકોટનું પ્રોમિસ આપો અને ભાડામાં છૂટ મેળવો

અમદાવાદનો આ રીક્ષાવાળો ભદ્રેશ પટેલ માત્ર અમદાવાદ બતાવે છે એટલું જ નહીં પણ જો તમે ચીનના માલનો બહિષ્કાર કરો છો તો ભાડું પણ ઓછું કરી નાખે છે. હા સાચે જ. અવિનાશ વ્યાસે ‘હું અમદાવાદનો રિક્ષાવાળો’ ગીત લખીને તેના લક્ષણો વર્ણવ્યા છે તો આજના આ રિક્ષાવાળાએ છેલ્લા 25 દિવસમાં એવા 51 કરતા વધુ મુસાફરો કે જેમણે ચાઇના માલના બોયકોટનું પ્રોમિસ આપ્યું તેમની પાસેથી 15 ટકા સુધી ઓછું ભાડું લઈને પોતાની દેશ દાજનો પરિચય કરાવ્યો છે. એટલું જ નહીં નવરંગપુરાના ભદ્રેશ રાવલે ચાઇનાની એપ્લિકેશનના બેનનો નિર્ણય લેવાયો એ દિવસે પણ 11 મુસાફરો પાસે મોબાઇલમાંથી ચીની એપ્લિકેશન ડિલીટ કરાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દેશ માટે આટલું તો કરી જ શકું છું- ભદ્રેશ રાવલ

રિક્ષાચાલક ભદ્રેશ રાવલે જણાવ્યું હતું કે, ચીનની બોર્ડર પર અવળચંડઇની વાત સાંભળ્યા પછી આવું કરવું તેવી પ્રેરણા મળી અને મેં રિક્ષામાં મેક ઇન ઇન્ડિયા ટાઇટલ પર બેનર બનાવ્યું જેમાં જો કોઈ મુસાફર ચીનના માલનો બહિષ્કાર કરશે તો હું ભાડું ઓછું કરી દઈશ તે પ્રોમિસ આપ્યું છે. છેલ્લા 25 દિવસમાં મને સહેજેય 51 જેટલા દેશ ભક્ત મુસાફરો મળ્યા જેમને મારી વાતનું પાલન કરશે તેની ખાતરી આપી. દેશ માટે આટલું તો કરી જ શકુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો