પ્રોફેસરે નોકરી છોડીને શરૂ કર્યું સૌર ઊર્જા અભિયાન, અત્યારે 400 ગામો રોશનીથી ઝળહળી ઊઠ્યાં છે

ચીન અને અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ વીજળીનું ઉત્પાદન થાય છે અને તેના વપરાશના કિસ્સામાં પણ ભારત ત્રીજો દેશ છે. તેમ છતાં આજે પણ દેશની લાખો વસ્તી અંધારામાં રહેવા મજબૂર છે. આમ તો સરકાર અને બિન-સરકારી એજન્સીઓ આ દિશામાં કામ કરી રહી છે. પરંતુ એક એનજીઓ પણ ગ્રામીણ ભારતના લાખો લોકોને વીજળી પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ એનજીઓનું નામ ચિરાગ રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (સીઆરડીએફ) છે.

સીઆરડીએફએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મોખાડા ગામમાં વીજળી પૂરી પાડી 400 ગામમાં વીજળી આપવાનો લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો છે. એનજીઓ તેના પ્રોજેક્ટ ‘ચિરાગ’ના માધ્યમથી 16,000 ઘરોમાં સૌર ઊર્જા પહોંચાડવાની દિશા તરફ કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટની શરૂઆત મુંબઈની એચ.આર.કોલેજ ઓફ કોમર્સના પ્રોફેસર પ્રતિભા પાઈ દ્વારા કરવામાં આવી હતી. તેમણે શરૂઆતમાં વિદ્યાર્થીઓ સાથે જોડાઈને આ અભિયાન શરૂ કર્યું હતું. નાના પાયે શરૂ થયેલી આ ઝુંબેશે આજે વિશાળ રીતે પ્રસરી છે.

2011માં પ્રતિભાએ તેની પ્રોફેસરની નોકરી છોડી આ અભિયાન માટે એનજીઓમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વિશે તે વાત કરતાં જણાવે છે કે, ‘ભારતમાં એવા હજારો ગામો છે જ્યાં હજુ સુધી વીજળી પહોંચી નથી અને અમે આવા ગ્રામીણ ભારતને વીજળી પૂરી પાડવાના પ્રોજેક્ટમાં લાગેલા છીએ.’ આ નવ વર્ષમાં ચિરાગ ફાઉન્ડેશને ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે. પ્રતિભાએ દિગાંત સ્વારાજ ફાઉન્ડેશન નામના એક સ્થાનિક એનજીઓ સાથે મળીને ભારતના 400 ગામોમાં વીજળી પૂરી પાડી છે. આનાથી એક લાખથી વધુ લોકોને ફાયદો થયો છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો