ભાઈનાં મોતનાં સમાચાર મળ્યા છતા પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ખડેપગે રહ્યા આ બહાદુર મહિલા ઑફિસર

પરિવારમાં મોતનો માતમ હોવા છતાય ફરજને સૌથી ઉપર રાખતા સીઓ અર્ચના સિંહે શનિવારનાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષા વ્યવસ્થાને સંભાળી. જો કે ડ્યૂટી દરમિયાન થયેલા વિવાદ અને પ્રિયંકા ગાંધી તરફથી ખરાબ વ્યવહાર તેમજ ધક્કામુક્કીનાં આરોપોથી અર્ચના સિંહને ધ્રાસકો પહોંચ્યો છે.

એક તરફ મળ્યા ભાઈનાં મોતનાં સમાચાર, બીજી તરફ પ્રિયંકાની સુરક્ષાની જવાબદારી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શનિવારનાં જ તેમને પોતાના પિતરાઈ નાના ભાઈનાં મોતનાં સમાચાર મળ્યા હતા અને તેઓ તેને જોવા જવા ઇચ્છતા હતા. આ માટે તેઓ રજા માગવાનાં જ હતા કે તેમને પ્રિયંકાનાં ફ્લીટ ઇન્જાર્જ બનાવવામાં આવ્યા. ભાવનાઓ પર ફરજને પહેલું પ્રાધાન્ય આપતા અર્ચના સિંહ એ નક્કી કરવામાં લાગ્યા કે પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ક્યાંય કોઈ છીંડુ ના રહી જાય.

અર્ચના સિંહે ફગાવ્યા પ્રિયંકા ગાંધીએ લગાવેલા આરોપ

આ સંબંધિત પ્રકાશિત એક મીડિયા રિપોર્ટને ટ્વિટ કરીને યૂપી પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી તરફથી લગાવવામાં આવેલા આરોપોને તંત્ર તરફથી ફગાવી દેવામાં આવ્યા હતા. લખનૌનાં એસપી કલાનિધિ નૈથાનીએ કહ્યું કે, “ડૉ. અર્ચના સિંહે એડિશનલ એસપીને સોંપેલા પોતાના રિપોર્ટમાં પ્રિયંકા ગાંધી તરફથી લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે.”

પ્રિયંકા ગાંધીએ શું કહ્યું હતુ?

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ શનિવારનાં આરોપ લગાવ્યા હતા કે તેમના કાફલાને રોકવામાં આવ્યો હતો અને તેમનું ગળું દબાવવામાં આવ્યું હતુ. આ ઉપરાંત તેમને ધક્કો મારવામાં આવ્યો હતો. કાફલો રોકી દેવામાં આવ્યા બાદ તેમણે સ્કૂટર પર મુલાકાત માટે જવું પડ્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો