સુરતમાં કોરોના વોરિયર્સની પઝવણી : જીવના જોખમે દર્દીઓની સારવાર કરતી નર્સને સોસાયટીના લોકો પરેશાન કરતા હોવાની નોંધાય ફરિયાદ

કોરોનાની મહામારી (Corona Pandemic) દરમિયાન હેલ્થકેર સ્ટાફ (Healthcare Staff) પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી રહ્યો છે. તેમને કોરોના વૉરિયર્સ (Corona Warriors) કહેવામાં આવે છે. લોકો તેમનું સન્માન કરે છે અને તેમના પર ફૂલોની વર્ષા કરે છે. જોકે, તેનાથી વિરુદ્ધ સુરતમાં એક ખાનગી હૉસ્પિટલ (Private Hospital)માં કામ કરતી નર્સને સોસાયટીના લોકો પરેશાન કરતા હોવાની ફરિયાદ પોલીસ મથક સુધી પહોંચી છે. સોસાયટીના લોકો સતત પરેશાન કરતા હોવાથી નર્સે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. આ મામલે પોલીસે (Surat Police) વધારે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લિંબાયત ગોડાદરામાં રહેતી યુવતી વરાછાની ગાયનેક હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આવે છે. આ મહિલા નર્સને સોસાયટીના લોકો આવતા અને જતા હેરાન પરેશાન કરતા હતા. કોરોનાનું સંક્રમણ ફેલાયું ત્યારથી ફરજ પર આવતી અને જતી વખતે તેને અટકાવવામાં આવતી હતી અને તેની શાબ્દિક હેરાનગતિ કરવામાં આવતી હતી.

આ મામલે યુવતીએ પોલીસના અધિકારીઓને મળીને ફરિયાદ આપી હતી. જોકે, તેમ છતાં તેમની પરેશાની ઓછી ન છતાં નર્સ પિન્કીબેન શર્માએ લિંબાયત પોલીસ મથકમાં સોસાયટીના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પિન્કી શર્માની ફરિયાદના આધારે પોલીસે સોસાયટીના પ્રમુખ સહિતના લોકો સામે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો