પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું 8 કલાકમાં મોત થતાં ફટકાર્યું રુ. 80,000નું બિલ! કોરોનાની ટ્રીટમેન્ટના નામે લૂંટ ચલાવી રહી છે પ્રાઈવેટ હોસ્પિટલો?

કોરોનાની સારવારનો પ્રાઈવેટ હોસ્પિટલો તગડો ચાર્જ વસૂલી રહી છે, તેવા આક્ષેપ વચ્ચે એક હોસ્પિટલે આઠ કલાકમાં મોતને ભેટેલા એક પેશન્ટની બોડી પાછી આપવા 80,000 લેવાની ઘટના સામે આવી છે. 27 વર્ષના યુવકને સાઉથ મુંબઈની એક હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

યુવકની ટ્રીટમેન્ટ માટે તેના પરિવારજનો પાસેથી 40,000 ડિપોઝિટ પેટે લેવાયા હતા. યુવકનું મોત થયું ત્યારે હોસ્પિટલે બીજા 40,000 આપવા ઉપરાંત બોડીને એમ્બ્યુલન્સમાં કબ્રસ્તાન લઈ જવા પણ એક્સ્ટ્રા રુપિયા માગ્યા હતા. મૃતક મોહમ્મદ વાહીદ અલી અન્સારી સામાન્ય પરિવારનો હતો. તેનો અગાઉ કોરોના ટેસ્ટ કરાયો હતો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, 21 તારીખથી તેની તબિયત બગડી હતી.

વાહીદની તબિયત બગડતાં તેના પરિવારજનો તેને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાવવા ઘણું મથ્યા હતા, પરંતુ તમામ હોસ્પિટલો ફુલ હતી. આખરે તેઓ સૈફી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેને એડમિટ કરાયો હતો. હોસ્પિટલે ડિપોઝિટ માગતા પરિવારે પોતાની તમામ બચત ભેગી કરી 40,000 રુપિયા ભરી દીધા હતા. જોકે, 22 એપ્રિલે સવારે 11 વાગ્યે એડમિટ કરાયેલા વાહીદનું સાંજે 7 વાગ્યે મોત થઈ ગયું હતું.

હોસ્પિટલે મૃતકના મોટાભાઈને કબ્રસ્તાનનો સંપર્ક કરવા કહ્યું હતું, અને સાથે જ બોડીનો કબજો લેવા બીજા 40,000 ભરી દેવા પણ કહ્યું હતું. પૈસા ના હોવાથી મૃતકના ભાઈએ મિત્રો પાસેથી મદદ માગી હતી, અને આખરે જુમ્મા મસ્જિદ બોમ્બે ટ્રસ્ટના ચેરપર્સન શોહેબ ખાતિબ સુધી આ વાત પહોંચતા તેમણે 40,000ની વ્યવસ્થા કરી આપી હતી. આખરે 23 એપ્રિલે સવારે 3 વાગ્યે પૈસા મળ્યા બાદ હોસ્પિટલે બોડી સોંપી હતી, અને મોતના બાર કલાક બાત અંતિમવિધિ થઈ શકી હતી.

8 કલાકની સારવારનું 80,000 બિલ કઈ રીતે બન્યું તે જાણવા અમારા સાથી અખબાર મુંબઈ મિરરે હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતકને શ્વાસ લેવામાં તકલીફ હતી, અને તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શંકા હતી. પ્રોટોકોલ અનુસાર, દર્દીને આઈસોલેશન વોર્ડમાં એડમિટ કરાયો હતો. તેની સારવાર કરતાં ડોક્ટરોને પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ આપવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રીટમેન્ટનો ખર્ચો વધી ગયો હતો.

બિલની રકમ અંગે એક સામાજીક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, આઠ કલાકમાં જ દર્દીને જે દવાઓ અપાઈ છે તેનો ખર્ચો 17,000 બતાવાયો છે. જે માન્યામાં આવે તેવી બાબત નથી. વળી, પેશન્ટને ફર્સ્ટ ક્લાસ રુમમાં રાખવામાં આવ્યો હોવાનો તગડો ચાર્જ વસૂલાયો છે જેની ખરેખર જરુર હતી જ નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો