રાજકોટનાં આચાર્યએ સરકારને આડેહાથ લીધી, ઓનલાઈન શિક્ષણનો વિરોધ કરતા કહ્યું ‘સરકારના લોકો શિક્ષણમાફિયા સાથે જોડાયેલા છે’

રાજકોટ શહેરની નામાંકિત શાળાના આચાર્યએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી શિક્ષણ વ્યવસ્થા અને સરકારને આડે હાથ લીધી હતી. લાલબહાદુર કન્યા વિદ્યાલયના આચાર્યએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે આ સરકાર શિક્ષણ માફિયા સાથે એક યા બીજી રીતે જોડાયેલા છે. આચાર્ય ભરતસિંહ પરમારે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે શાળાઓ શરૂ કરવા માટે સરકાર કેમ ઉતાવળ કરે છે? શું પુસ્તકો, યુનિફોર્મ સહિતની વસ્તુઓમાં કમિશન મળે છે? ઓનલાઈન શિક્ષણથી બાળકોની માનસિક સ્થિતિ પર ખરાબ અસર થશે. જેથી જ્યાં સુધી કોરોના વાઇરસ નાબૂદ ન થાય અથવા તો દવા ન શોધાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઓનલાઈન શિક્ષણનો નિર્ણય કરનાર ભણ્યા નથી:આચાર્ય

આ સાથે જ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે ઓનલાઈન શિક્ષણનો નિર્ણય કરનાર ભણ્યા નથી. જો ડોક્ટરોને કોરોના થતો હોય તો બાળકોની પરિસ્થિત શું થશે? જો વિદ્યાર્થીઓ એક વર્ષ શાળાએ નહિં આવે એક વર્ષ શિક્ષણનું બગડશે તો શું ફેર પડશે? શિક્ષણ માફિયાઓ તો નિવેદન આપશે. એનો તો ધંધો છે. વાલીઓના એકને એક દિકરા કે પછી એકને એક દીકરીનું જો કોરોનાથી મોત થશે તો જવાબદારી કોણ લેશે? સરકાર 4-5 લાખ રૂપિયા પણ આપશે પણ શું 4-5 લાખ રૂપિયાથી તેનું બાળક પાછુ આવી જશે. મહેરબાની કરીને આ બધુ બંધ કરો. આ સાથે જ આચાર્ય ભરતસિંહે વાલીઓને પણ બાળકોને શાળાએ ન મોકલવા વિનંતી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો