શિક્ષણ જગત થયું શર્મશાર: પ્રિન્સિપાલ પાસે ફી માફી માટે વિનંતી કરવા ગયેલી વિદ્યાર્થિનીની જાહેરમાં આબરૂ કાઢી! આઘાતમાં કિશોરીનું રડી-રડીને મોત

શિક્ષણનું (Education) જ્યારથી વેપારીકરણ થયું છે ત્યારથી જ શિક્ષણ જગત અવારનવાર શર્મશાર થતું આવ્યું છે. ગુરૂકુળ અને ગુરૂ-શિષ્ય પરંપરાનો પર્યાય એવું શિક્ષણ આજે દુકાન બની ગયું છે. શાળાઓ (School) અને કૉલેજ વિદ્યાર્થીઓ પાસે તગડી ફીસ (fees) વસૂલીને દુકાનમાં ધંધો કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે. કોરોનાની સ્થિતિમાં આવી સ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓ (Students) ફી ન ભરી શકવાની સ્થિતિમાં છે ત્યારે તેમની મદદ કરવાના બદલે જ્યારે શાળા-કૉલેજ (School-Collages) આવા છાત્રોને મજબુર કરે ત્યારે કરૂણ પરિણામો આવતા હોય છે. આવી જ એક કરૂણ ઘટના ઘટી છે ઉત્તર પ્રદેશના ઉન્નાવ (Unnao) શહેરમાં જ્યાં પ્રિન્સિપાલ પાસે ફી માફીની અરજ લઈને ગયેલી એક ધોરણ 10ની વિદ્યાર્થિનીને જાહેરમાં બેઇજ્જત કરી નાખતા આઘાતમાં તેનું મોત (Student) થયું હોવાનો પરિવારનો આરોપ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાવની વિગતો એવી છે કે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સ્મૃતિ અવસ્થી નામની વિદ્યાર્થિનીનું કરૂણ મોત થયું છે. આ દીકરીના પરિવારનો આક્ષેપ છે કે તે શાળામાં ફી ભરવાના પૈસા નહોતા એટલે આચાર્ય પાસે ફી માફી માટે ગઈ હતી. આચાર્યએ હૂંફ આપવાના બદલે તેને જાહેરમાં બેઇજ્જત કરી. દીકરી રડતાં રડતાં ઘરે પહોંચી અને બેહોશ થઈ ગઈ અને ત્યારબાદ તેનુ મોત થઈ ગયું હતું.

બનાવની જાણ થતા પોલીસ કાફલો આવ્યો અને કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરવામાં આવી. વધુમાં શાળાના પ્રબંધક, આચાર્ય સામે કેસ નોંધવાનીં માંગ થઈ. પોલીસે પીડિત પરિવારની ફરિયાદ લઈ અને આચાર્ય સામે તપાસ શરૂ કરી છે.

મૃતક દીકરીના કાકા રમેશભાઈ અવસ્થીએ જણાવ્યું કે સ્મૃતિ અવસ્થી એબી નગરમાં ઇન્ટર કૉલેજમાં ધોરણ 10ની છાત્રા હતી. કોરોનાના કારણે છેલ્લા ત્રણ મહિનાની ફીસ ભરી શકાય એવી સ્થિતિ નહોતી એટલે સ્મૃતિની ફી માટે માફી કરવામાં આવે અરજી આચાર્યને કરવામાં આવી હતી.

જોકે તેણે આ મામલે દયા દાખવવાના બદલે અમાનવીય વર્તન કર્યુ અને જાહેરમાં દીકરીને ઇજ્જત વગરની કરી નાખી. માસુમના માનસ પર આની ઉંડી અસર પડી તે રડતી રડતી ઘરે આવી હતી ત્યારબાદ બેહોશ થઈ ગઈ. પરિવારે પાણીના છાંટા નાખ્યા પરંતુ તે હોશમાં ન આવી. તાત્કાલિક એને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં ડૉક્ટોરો તપાસ કરી તો દીકરીનું મોત થઈ ગયું હતું.

દરમિયાન આ મામલા અંગે નગર ક્ષેત્રાધિકારી કૃપા શંકરનું કહેવું છે કે કિશોરીનું ઉંમર 15 વર્ષ હતી અને તેનું સંદિગ્ધ મોત થયું છે. અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ અને શાળાના આક્ષેપોના મામલે તપાસ ચલાવીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો