વડાપ્રધાન મોદી આવતી કાલે સવારે 10 વાગ્યે ફરી દેશને સંબોધન કરશે, લોકડાઉન અંગે કરી શકે છે આ જાહેરાત

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને આવતીકાલે 21 દિવસ પુરા થશે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશે. વડાપ્રધાનના કાર્યાલયે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

વડાપ્રધાન મોદી આવતી કાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતાઓ છે. આ પહેલા વડાપ્રધાન મોદીઅ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા માટે સહમતી વ્યક્ત કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે જો લૉકડાઉન દેશમાં લંબાય છે તો કેટલીક છૂટછાટ અને શરતા સાથે દેશમાં લૉકડાઉન લંબાવી શકાય છે. આ મુદ્દે પણ PM મોદી પોતાના સંબોધનમાં વાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે PM મોદીએ 11 એપ્રિલે રાજ્યોના તમામ CM સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી અને લૉકડાઉન લંબાવવા અંગે ગહન ચર્ચા કરી હતી. આવામાં કેટલાંક રાજ્યો દ્વારા અગાઉથી જ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવી દેવાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

PM મોદીના સંબોધનમાં શું હોઈ શકે

  • ખેડૂતો માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે
  • અલગ અલગ તબક્કાવાર લૉકડાઉન હટાવવાની વાત કરી શકે
  • દેશભરમાં હોટસ્પોટને સીલ કરવાના આદેશ હોઈ શકે
  • આંશિક છૂટછાટની પણ જાહેરાત કરી શકે
  • લૉકડાઉન લંબાવવાની પણ કરી શકે જાહેરાત
  • અન્ય કેટલીક જરૂરી ચીજવસ્તુઓની ગતિવિધિઓ શરૂ કરવાની જાહેરાત કરી શકે
  • 15 જેટલા નાના અને મધ્યમ ઉદ્યોગોને ચોક્કસ શરતો સાથે છૂટછાટ આપી શકે

કહેવાય છે કે PM મોદી આવતીકાલે લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી શકે છે પરંતુ તેમાં શરતો સાથે આંશિક છૂટછાટ આપી શકે છે. મહત્વનું છે કે ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વિભાગે ગૃહમંત્રાલયને પત્ર લખીને સૂચન કર્યું છે કે કેટલાક પ્રમુખ સેક્ટરને સુરક્ષાની સાથે ફરીથી શરૂ કરવામાં આવે. DPIITએ કહ્યું કે આર્થિક ગતિવિધિમાં સુધાર લાવવા માટે અને લોકોના હાથમાં રૂપિયા પહોંચતા કરવા માટે હવે આ સેક્ટરમાં થોડી છૂટ આપવામાં આવે તે જરૂરી છે.


કયા સેક્ટરમાં કામ શરૂ થવું જોઈએ?

ડીપીઆઇઆઇટીએ ગૃહ મંત્રાલયને સૂચન આપ્યું છે કે ભારે ઇલેક્ટ્રિકલ અને ટેલિકમ્યુનિકેશન્સ જેવા સેક્ટરમાં સાવચેતી પગલા સાથે મર્યાદિત સ્તરે કામ શરૂ કરવાની મંજૂરી હોવી જોઈએ. સાવચેતીનાં પગલાંથી શિફ્ટમાં કામ કરવા દેવાતા ઉદ્યોગોમાં, વિભાગ પાસે ઓપ્ટિક ફાઇબર કેબલ્સ, કોમ્પ્રેશર્સ અને કન્ડેન્સર એકમો, સ્ટીલ અને ફેરસ એલોય મિલો, પાવરલૂમ્સ, પલ્પ અને કાગળ એકમો, ખાતરો, પેઇન્ટ્સ, પ્લાસ્ટિક, વાહન એકમો, રત્ન અને ઝવેરાતનાં તમામ એકમો અને સેઝ અને નિકાસલક્ષી એકમોને ફરીથી ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે. ઉદ્યોગોને ઓછામાં ઓછા સ્ટાફ સાથે અને વ્યવસ્થિત સ્વચ્છતાના ધોરણો જાળવી રાખીને શરુ કરવાની પરવાનગી આપી શકાય છે.

આ ઉપરાંત જે ઉદ્યોગોને છૂટ મળી છે અને ચાલુ છે તે તમામ ઉદ્યોગો તો ચાલુ જ રહેશે. તે સિવાય મોબાઈલ, AC, ફ્રીઝ, પ્લમ્બિંગ વગેરે જેવા રીપેરીંગ સર્વિસને અને ધોબી, વાળંદ જેવી સેવાઓને છૂટ આપી શકાય છે પરંતુ આ સેવાઓમાં ભીડ એક્ઠી ન થઇ જાય તેનું ધ્યાન રાખવું પડશે.

જરૂરી ટ્રાંસપોર્ટ પણ શરૂ કરવામાં આવે

આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે શ્રમિકોને કામના સ્થળે રહેવાની પરમિશન મળે તો આવાસ અને નિર્માણ ક્ષેત્રનું કામ પણ શરૂ થઈ શકે છે. વિભાગના રાજ્યોની વચ્ચે અને રાજ્યોની અંદર દરેક પ્રકારના પરિવહનના વાહનોને ચલાવવાની અનુમતિ આપવાની માંગ પણ કરી છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે આર્થિક સ્થિતિમાં સુધાર અને લોકોના હાથમાં રૂપિયા પહોંચાડવા માટે આ પગલું લેવું જરૂરી છે.

કહેવાય છે કે PM મોદી આવતીકાલે લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી શકે છે પરંતુ તેમાં શરતો સાથે આંશિક છૂટછાટ આપી શકે છે. મહત્વનું છે કે ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વિભાગે ગૃહમંત્રાલયને પત્ર લખીને સૂચન કર્યું છે કે કેટલાક પ્રમુખ સેક્ટરને સુરક્ષાની સાથે ફરીથી શરૂ કરવામાં આવે. DPIITએ કહ્યું કે આર્થિક ગતિવિધિમાં સુધાર લાવવા માટે અને લોકોના હાથમાં રૂપિયા પહોંચતા કરવા માટે હવે આ સેક્ટરમાં થોડી છૂટ આપવામાં આવે તે જરૂરી છે. આવામાં

આ જરૂરી સુરક્ષા ઉપાયો લેવામાં આવે

જો કે ગૃહમંત્રાલયે આ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી. વિભાગના સૂચન પર કામકાજ શરૂ કરવાની પરમિશન આપવામાં આવે એ શક્ય છે. તેમાં એક જ જગ્યાએથી કર્મચારીઓના પ્રવેશ, સામાજિક દૂરી બનાવી રાખવા માટે પૂરતી જગ્યા, કર્મચારીઓને લાવવા લઈ જવા માટેને અલગ વ્યવસ્થા તથા કારખાનામાં રહેવાની વ્વસ્થાની સાથે સાફ સફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવે. જો કે ગૃહમંત્રાલયે આ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી. વિભાગના સૂચન પર કામકાજ શરૂ કરવાની પરમિશન આપવામાં આવે એ શક્ય છે. તેમાં એક જ જગ્યાએથી કર્મચારીઓના પ્રવેશ, સામાજિક દૂરી બનાવી રાખવા માટે પૂરતી જગ્યા, કર્મચારીઓને લાવવા લઈ જવા માટેને અલગ વ્યવસ્થા તથા કારખાનામાં રહેવાની વ્વસ્થાની સાથે સાફ સફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવે.

અગાઉ આ રાજ્યોએ લંબાવી દીધું છે લૉકડાઉન

મહત્વનું છે કે 11 એપ્રિલે PM મોદીની રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી બેઠક બાદ કેટલાંક રાજ્યોએ લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો હતો. દેશમાં સૌપ્રથમ ઓરિસ્સાએ તો 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, પંજાબ (1 મે), પ.બંગાળ, અને તમિલનાડુ એ પણ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો