પ્રસિદ્ધ મંદિરમાં પૂજા કરવા આવેલી મહિલાને પૂજારીએ વાળ પકડીને ફટકારી, વીડિયો વાયરલ થયો

બિહારનો એક વીડિયો ખૂબ વાયરલ (Bihar viral video) થઈ રહ્યો છે. વીડિયોમાં દર્શન માટે આવેલી એક મહિલાને મંદિરનો પૂજારી માર મારી રહ્યાનું જોઈ શકાય છે. વીડિયો વાયરલ થયા બાદ મંદિરની સમિતિએ પૂજારી સામે પગલાં ભર્યાં હોવાની વિગતો પણ મળી રહી છે. આ સમગ્ર બનાવ બિહારના દરભંગા (Darbhang news)નો છે. મંદિર સમિતિ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે વાત ગમે તે હોય, પરંતુ કોઈ મહિલાને આવી રીતે જાહેરમાં માર મારીને અપમાનીત કરવું યોગ્ય નથી. પૂજારી સામે યોગ્ય પગલાં લેવા જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળતી માહિતી પ્રમાણે દરભંગાના ખૂબ જ પ્રસિદ્ધ મા શ્યામા માઈ મંદિરના પરિસરમાં એક પૂજારી મહિલાને માર મારી રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. પૂજારી મહિલાને વાળ પકડીને માર મારી રહ્યો છે. પૂજારી જ્યારે મહિલા પર અત્યાચાર કરી રહ્યો હતો ત્યારે કોઈએ આ બનાવો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થયો છે.

આ મામલે મહિલાની કોઈ ઓળખ થઈ શકી નથી. આ ઉપરાંત આ મામલે ફરિયાદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું નથી. જોકે, વીડિયો વાયરલ થયા બાદ મંદિર સમિતિ હરકતમાં આવી હતી અને પૂજારી સામે પગલાં ભર્યાં છે. મહિલાને માર મારનાર વ્યક્તિને તાત્કાલિક પૂજારીના પદ પરથી હટાવી દેવાયો છે.

આ બનાવ બે દિવસ પહેલાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે પીડિત મહિલાએ જીદ પકડી હતી કે તેણીને મંદિરને અંદર જઈને પૂજા કરવી છે. જોકે, હાલ કોરોનાકાળ ચાલી રહ્યો હોવાથી મંદિરમાં પ્રવેશ માટે મનાઈ ફરમાવવામાં આવી છે. આ વાતને લઈને પૂજારી અને મહિલા વચ્ચે ઝઘડો થયાનું કહેવામાં આવે છે.

વાત વણસી જતાં પૂજારીએ મહિલાને વાળ પકડીને ફટકારી હતી. આ મામલે મંદિર સમિતિનું કહેવું છે કે જે બન્યું છે તે ખૂબ જ દુઃખદ અને યોગ્ય નથી. પૂજારી પાસેથી આ મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે. સમિતિ પણ આ મામલે તપાસ કરી રહી છે.

હાલ તો સમિતિએ પૂજારીને હટાવી દીધા છે પરંતુ સમગ્ર મામલે એવું પણ લાગી રહ્યું છે કે સમિતિ પૂજારીનો બચાવ કરી રહી છે. સમગ્ર ઘટના પાછળ મહિલાને દોષી માનવામાં આવી રહી છે. જોકે, કોઈ મહિલાને આ રીતે જાહેરમાં માર મારવો યોગ્ય નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો