પાકિસ્તાન તો ઠીક પણ ભારતના પાડોશી દેશ કે જ્યાં પેટ્રોલની રિફાઇનરી જ નથી તે પણ સસ્તામાં આપે છે પેટ્રોલ-ડીઝલ
હાલ ભારતમાં પેટ્રોલની કિંમત (Petrol Price in India) ભલે 90 રૂપિયાની આસપાસ હોય પરંતુ પાકિસ્તાન (Pakistan)માં તેની કિંમત માત્ર 50 રૂપિયા જ છે. જો ડીઝલની વાત કરીએ તો આપણા પાડોસી દેશોમાં સૌથી સસ્તુ શ્રીલંકામાં વેચાણ થાય છે. હાલમાં ત્યાં એક લીટર ડીઝલની કિંમત 39.07 રૂપિયા છે.
પાકિસ્તાનમાં ભારતથી સસ્તુ વેચાય છે પેટ્રોલ
https://www.globalpetrolprices.com આપવામાં આવેલી જાણકારી અનુસાર આ વર્ષે એક ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 111.90 પાકિસ્તાની રૂપિયા હતી. અમેરિકન ડોલરમાં આ કિંમત 0.698 છે. જો ભારતીય ચલણમાં તેને જોવામાં આવે તો આ 50.87 રૂપિયા થાય છે. જો ડીઝલની કિંમત જોઇએ તો તેની કિંમત 116.08 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર હતી. ડોલરમાં તે 0.724 થાય છે. જેથી ભારતીય રૂપિયામાં તેની કિંમત 52.77 થાય છે.
શ્રીલંકામાં ડિઝલ સૌથી સસ્તુ
https://www.globalpetrolprices.com અનુસાર એક ફેબ્રુઆરી 2021ના રોજ શ્રીલંકામાં એક લીટર પેટ્રોલની કિંમત 161 શ્રીલંકન રૂપિયા હતી. ડોલર ($) માં તે 0.83 છે અને ભારતીય રૂપિયામાં 60.49 રૂપિયા. જે ભારત કરતા ખુબ જ ઓછી કિંમત છે. શ્રીલંકામાં ડીઝલની કિંમત જાણીને તો તમે ચોંકી જ જશો. હાલના સમયમાં ડીઝલની કિંમત 104 શ્રીલંકન રૂપિયા હતા જે ડોલરમાં 0.536 પડે છે. જો તેને ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો 39.07 રૂપિયામાં પડે છે.
નેપાળમાં પણ પેટ્રોલ 68 રૂપિયા પ્રતિ લીટર
નેપાળ પાસે પેટ્રોલની એક પણ રિફાનરી (Refinery) નથી. તે પોતાના ઉપયોગનું તમામ પેટ્રોલ અને ડીઝલ ભારત પાસેથી ખરિદે છે. ત્યારે પણ ત્યાં ભારત કરતા બંન્ને ઇંધણ ખુબ જ સસ્તા છે. https://www.globalpetrolprices.com અનુસાર એક ફેબ્રુઆરીએ ત્યાં પેટ્રોલની કિંમત 110 નેપાળી રૂપિયા હતી. ડોલરમાં અહિંયા .944 થઇ. જો ભારતીય ચલણમાં તેને જોવામાં આવે તો તે 68.80 રૂપિયામાં પડે છે. આજની તારીખે ત્યાં ડીઝલની કિંમત 93 નેપાળી રૂપિયા છે. ડોલરમાં તે .798 થાય. તેને જો ભારતીય રૂપિયામાં ગણવામાં આવે તો 58.16 રૂપિયા પ્રતિ લીટર થાય છે.
બાંગ્લાદેશમાં પણ ભારત કરતા સસ્તુ છે પેટ્રોલ-ડીઝલ
આપણો પાડોસી દેશ બાંગ્લાદેશમાં પણ અહિંયાથી વધારે સસ્તુ પેટ્રોલ-ડીઝલ મળે છે. https://www.globalpetrolprices.com અનુસાર એક ફેબ્રુઆરીએ ત્યાં એક લીટર પેટ્રોલની કિંમત 89 ટકા હતી. જે 1.05 ડોલર થાય છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 76.53 થાય છે. ડીઝલ પણ ત્યાં 65 ટકા પ્રતિ લીટર વેચાય છે. જે .767 ડોલર થાય. ભારતીય રૂપિયામાં એક લીટર ડીઝલની કિંમત 55.90 રૂપિયા થાય છે.
મુંબઇમાં પેટ્રોલ 93.83 રૂપિયા પ્રતિ લીટર
ભારતની આર્થિક રાજધાની (Economic Capital of India) મુંબઇ (Mumbai)માં મંગળવારે (9 Feb 2021)ના રોજ એક લીટર પેટ્રોલની કિંમત 93.83 રૂપિયા હતી. જ્યારે ડીઝલની કિંમત 84.36 રૂપિયા. અમેરિકન ડોલરમાં જોઇએ તો ભારતમાં પેટ્રોલની કિંમત (Today’s Petrol Price) 1.29 ડોલર પ્રતિ લીટર જ્યારે ડીઝલ (Diesel Price) ની કિંમત 1.16 રૂપિયા પ્રતિ લીટર.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

