કોરોના વાયરસ સામે લડવા બાબતે ભારતે અમેરિકા અને ચીનને પછાડ્યા, જે અમેરિકાએ ના કર્યું એ ભારતે કર્યું..

આખી દુનિયામાં કોરોના વાયરસના લીધે મૃતકોની સંખ્યા 6000થી વધુ થઇ ગઇ છે જ્યારે 1.55 લાખથી પણ વધુ લોકોમાં તેનું સંક્રમણ ફેલાઇ ગયું છે. ભારતમાં પણ સંક્રમણ 100નો આંકડો પાર કરી ગયું છે અને બે લોકોના મોત થયા છે. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે ભારતની વસતી 135 કરોડથી પણ વધુ છે પરંતુ તેમ છતાંય સંક્રમણ ખૂબ જ ઓછું ફેલાયું છે જ્યારે ઇટલી જેવા નાનકડા દેશમાં સંક્રમણે તબાહી મચાવી દીધી છે.

કેવી રીતે ભારતે ચીન-અમેરિકા-ઇટલીને પછાડ્યું

જે ચીનથી કોરોના વાયરસ ફેલાવાનો શરૂ થયો હતો ત્યાં મૃતકોની સંખ્યા 3000નો આંકડો પાર કરી ચૂકી છે અને અંદાજે 81000 લોકોમાં તેના સંક્રમણની પુષ્ટિ થઇ ચૂકી છે. અમેરિકામાં કોરોના વાયરસના લીધે 57 લોકોના મોત થયા છે અને અંદાજે 3000 લોકો સંક્રમિત છે. સૌથી ખરાબ સ્થિતિ તો ઇટાલીની છે જ્યાં 1400થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 21000થી વધુ સંક્રમિત છે. આ તથ્યો સ્પષ્ટ કરશે કે કેવી રીતે ભારતે કોરોનાથી લડવાના કેસમાં અમેરિકા-ચીન જેવા દેશોને પછાડ્યા છે.

અમેરિકા પહેલાં ભારતે શરૂ કર્યું એરપોર્ટ પર સ્ક્રીનિંગ

ભારતે અમેરિકાની પહેલાં જ વિદેશી આવતા પેસેન્જરની તપાસ શરૂ કરી દીધી હતી. ભારતમાં 22મી જાન્યુઆરીના રોજ જ લગભગ કોરોના વાયરસને લઇ એરપોર્ટ પર તપાસ શરૂ થઇ ગઇ હતી પરંતુ અમેરિકાએ 25 જાન્યુઆરીથી બાદ આ પગલું ભર્યું. આપને જણાવી દઇએ કે અમેરિકન મીડિયાએ એ વાત પર જોર આપ્યું કે કોરોનાના કેટલાંક કેસ મળવા છતાંય ત્યાંની સરકારે એરપોર્ટ પર તેની તપાસ શરૂ કરી નથી.

રેસ્કયૂ ઓપરેશનની બાબતમાં પણ ભારત ટોપ પર

એકબાજુ અમેરિકા જેવા સુપર પાવર દેશ માત્ર પોતાના જ નાગરિકોને દુનિયાભરમાંથી પાછા લાવવા માટે સીમિત રહ્યું ત્યાં ભારતે માત્ર નાગરિકોને કોરોનાની ચુંગાલમાંથી નીકાળ્યા જ નહીં પરંતુ દુનિયાભરમાં ઇંસાનિયતનો મોટો સંદેશો આપતા 10થી વધુ દેશોના નાગરિકોને નીકાળ્યા. પાકિસ્તાન જેવા દેશોના નાગરિકોને નીકાળ્યા. પાકિસ્તાન જેવા દેશ એ તો પોતાના નાગરિકોને એટલા સુદ્ધા કી દીધું હતું કે ચીનમાં રહો કારણકે પાકિસ્તાનની પાસે કોરોનાથી લડવાની ક્ષમતા નથી અને કેટલાંક લોકોના લીધે કરોડોના જીવ જોખમમાં પડી શકે છે. આપને જમાવી દઇએ કે ભારતે રેસ્કયૂ ઓપરેશનની બાબતમાં સૌથી વધુ ઉડાનો ભરી છે. તાજેતરમાં જ ઇરાનથી 234 ભારતીયોને નીકાળી દેશ પાછા લાવ્યા છે અને ઇટલીથી પણ 218 ભારતીયોને ભારત લાવવમાં આવ્યા છે.

સમયસર આઇસોલેશન કેમ્પની વ્યવસ્થા કરી લીધી

ભારતે શરૂઆતથી જ આઇસોલેશન કેમ્પની વ્યવસ્થા કરી દીધી હતી જેથી વિદેશમાંથી નીકાળવામાં આવેલા લોકો અને બીજા કોરોના સંક્રમિત લોકોને આઇસોલેશનમાં રાખી શકાય. અત્યાર સુધી કોઇપણ સંક્રમિત શખ્સે સરકાર પર આંગળી ઉઠાવી નથી. એટલું જ નહીં ઓથેંટિક ઓર્ગેનાઇઝેશને પણ ભારત સરકારની તૈયારીઓ પર કોઇ નેગેટિવ પ્રતિક્રિયા આપી નથી.

વિકસિત દેશ ઇટલીથી પણ સારું કામ ભારતે કર્યું

અત્યારે ઇટલી જેવા નાનકડા અને વિકસિત દેશ કોરોનાનું વુહાન બની ગયું છે, પરંતુ 135 કરોડની વસતીવાળા દેશ ભારતમાં કોરોના વાયરસ નિયંત્રણમાં છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારતે બિલકુલ યોગ્ય સમય પર કોરોના વાયરસથી લડવા માટે એરપોર્ટ પર તપાસ શરૂ કરી દીધી હતી જ્યારે ઇટલીએ બેદરકારી રાખી. જો કે એ પણ એક તથ્ય છે કે ઇટલીમાં મોટાભાગની વસતી વૃદ્ધોની છે જેના પર કોરોના વાયરસની અસર વધુ થઇ છે. તો ભારતમાં યુવા વસતી વધુ છે. આમ તો ભારતે ઇટલીથી આવનારના સ્ક્રીનિંગમાં મોડું કર્યું નહીં તો ભારતમાં સંક્રમણ હજુ ઓછું હોત.

મોટી હસતીઓએ પણ ગંભીરતાથી લીધું કોરોનાને

ભારતે કોરોના વાયરસના ખોફને દબાણની જગ્યાએ લોકોને તેના ઉકેલની રીતો બતાવી. નેતાઓએ મોટા સમારંભ કે ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું બંધ કરી દીધું અને લોકોને પણ આમ જ કહેવાની સલાહ આપી. ખુદ પીએમ મોદી હોલી મિલન સમારંભમાં ગયા નહીં. આ જ કારણ છે કે દુનિયામાં કેટલીય મોટી હસતીઓને કોરોના થઇ રહ્યો છે. ખુદ ટ્રમ્પે તપાસ કરાવી છે પરંતુ ભારતમાં હજુ સુધી આવી સ્થિતિ નથી.

કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પણ વખાણ કર્યા

ખુદ કોંગ્રેસ નેતા આનંદ શરમાએ મોદી સરકારના પ્રયાસોથી સંતુષ્ટ છે. જો કે રાહુલ-પ્રયિંકા સહિત કોંગ્રેસના નેતાઓએ કોરોના વાયરસ પર સરકારની કોશિષોને નિષ્ફળ ગણાવતા પીએમ મોદી પર પ્રહારો કર્યા છે.

તમામ મંત્રાલયો થઇ ગયા એલર્ટ, રજૂ કર્યા નોટિફિકેશન

એક બાજુ ચીન છે જેણે તેના ડૉકટરોને જ દંડિત કરી દીધા. જેને કોરોનાથી એલર્ટ કર્યા હતા, પરંતુ ભારતે કોઇપણ બેદરકારી વગર તત્પરતા દેખાડી. તમામ મંત્રાલય સતર્ક થઇ ગયા. ખુદ પીએમ મોદી પણ સતર્ક થઇ ગયા. સંક્રમણ રોકવા માટે એડવાઇઝરી રજૂ કરી હતી. સંસદ દ્વારા સ્વાસ્થ્ય મંત્રી તૈયારીઓને સતત વિસ્તૃત માહિતી આપીને દેશને આશ્વસ્ત કરતા રહ્યા.

સાર્ક દેશો સાથે રણનીતિ બનાવાનું આહ્વાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્ક દેશોને પણ સંયુકત રણનીતિ બનાવાનું આહ્વાન કર્યું છે. આજે સાંજે 5 વાગ્યે તમામ વીડિયો કોન્ફરન્સિંગથી જોડાશે. આને સાર્ક દેશોએ હાથો હાથ લીધું અને દિલ ખોલીને વખાણ કર્યા. આ પણ કોરોના વાયરસ સામે લડવા માટે ભારતનો એક અગત્યનો પ્રયાસ છે.

સેમ્પલ ટેસ્ટિંગ અને લેબની મજબૂત વ્યવસ્થા

ભારતમાં અત્યાર સુધી અંદાજે 70000 સેમ્પલના ટેસ્ટ થઇ ચૂકયા છે અને લગભગ 35000 લોકોને કોમ્યુનિટી સર્વિલાંસ પર રખાયા છે. આઇસીએમઆરના વૈજ્ઞાનિક ગંગા ખેડકરે કહ્યું કે હજુ આપણી પાસે 1 લાખ કિટ ઉપલબ્ધ છે અને 2 લાખ વધુ કિટનો ઓર્ડર આપી દીધો છે. તેમના મતે અત્યારે ભારત દરરોજ લગભગ 10000 ટેસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. સેમ્પલ ટેસ્ટ કરવા માટે 65 લેબ છે અને સેકેન્ડરી ટેસ્ટ માટે 32 લેબ હાજર છે. આ બધું જ દેખાડે છે કે ભારત કેટલી મજબૂતીથી કોરોનાથી લડવા માટે તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો