વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ શું કરવું, મહત્વની જાણકારી જાણો અને શેર કરો

વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલા વર્તુળાકાર પવનો ઉતર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા,જેથી ગુજરાત તરફ 10 કી.મીની ઝડપે ‘મહા’ આગળ વધી રહ્યું છે

 • આંખ: વાવાઝોડાની વચ્ચે આવેલા શાંત કેન્દ્રને વાવાઝોડાની આંખ કહેવાય છે.
 • ઉતર-પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજું વાવાઝોડાને પેદા કરતું પરિબળ બન્યું.
 • હવા ગરમ થવાથી હલકી થાય છે અને ઉપર ઉઠે છે. જેથી હળવા દબાણનું ક્ષેત્ર સર્જાયું.
 • વાવાઝોડું ઘડિયાળનાં કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ફરે છે.
 • આ જગ્યા ભરવા બીજા પવન આ બાજુ આગળ વધે છે.
 • આ રીતે અરબી સમુદ્રમાંથી વરાળ સાથેના વાદળોનું પ્રચંડ સમુહ આગળ ગતિ કરી દરિયાકાંઠા ઉપરથી દબાણ ક્ષેત્રની તરફ વધી રહ્યું છે.

વાવાઝોડા પહેલા

 • સમાચારો-ચેતવણીઓ સાંભળતા રહો
 • રહેઠાણની મજબુતીની ખાતરી કરો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો
 • મોબાઇલ ફુલ ચાર્જ કરીને રાખો.
 • ઢોર-ઢાંખરને ખૂંટાથી છૂટા કરી દો.
 • માછીમારોને દરિયામાં જવું નહીં
 • આશ્રય માટે ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો
 • નાસ્તો, પાણી, ધાબળા, કપડા અને પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો
 • અગત્યના ટેલીફોન નંબર સાથે રાખો.

વાવાઝોડા દરમિયાન

 • વીજળીના થાંભલાઓથી દુર રહો
 • દરિયા નજીક, આફત સમયે ઝાડ નીચે કે વીજળીની લાઇનો નજીક ઉભા રહો નહીં
 • જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી
 • વાવાઝોડા સમયે બહાર નિકળવાનું સાહસ કરવું નહીં
 • વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી

વાવાઝોડા બાદ

 • સૂચના મળ્યા પછી જ બહાર નીકળવું
 • ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા.
 • અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં
 • કાટમાળમાં ફસાયેલાઓને બચાવ કરો.
 • ખુલ્લા પડેલા વાયરોને અટકવું નહીં.
 • ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો.
 • ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો