અળસી છે અમૃત સમાન: અળસી ખાવાથી વજન કંટ્રોલમાં રહેશે, અળસીના અન્ય ફાયદાઓ જાણો અને શેર કરો

અળસીમાં હજારો ગુણ છે, પરંતુ આને યોગ્ય રીતે ખાવામાં ના આવે તો આ ઝેર પણ બની શકે છે. બાળકોને લઈને મોટા દરેકને અળસી ખાવાની સલાહ આપવામાં આવે છે. કોઈ પણ વસ્તુમાં અતિ સારું હોતું નથી. ડૉ. રાહુલ મારવાહ, MD આયુર્વેદ, ફાઉન્ડર વેદા હેલ્થબ્લિસ આયુર્વેદા, મુંબઈ જણાવી રહ્યા અળસી ખાવાનાં ફાયદા અને નુકસાન…

અળસી ખાવાનાં ફાયદા

અળસીના બીજ તમે કાચા કે પલાળીને પણ ખાઈ શકો છો. ઈચ્છો તો પીસીને તેના પાઉડરનો ઉપયોગ કરી શકો છો.

ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, વિટામિન, ફાઈબર અને મિનરલ્સના ગુણથી ભરપૂર અળસીના બીજ ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસ, કેન્સર અને હાર્ટની બીમારીથી બચી શકાય છે. નિયમિત રૂપે અળસી ખાવાથી કોલેસ્ટેરોલનું લેવલ ઓછું કરી શકાય છે.

અળસીમાં ફાઈબર હોય છે, તે ખાવાથી પાચનમાં મદદ મળે છે. આ ખાવાથી પાચનશક્તિ વધે છે અને કબજિયાતની તકલીફ પણ દૂર રહે છે.
અળસીમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટથી કરચલી થતી નથી અને ત્વચા યંગ રહે છે.

જો તમારા વાળ ખરી રહ્યા હોય તો અળસી ખાવાનું શરુ કરો. તે વાળ ખરતા રોકીને સ્વસ્થ બનાવશે.

અળસી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. જો તમારે વજન ઘટાડવું હોય તો આ ખાવાનું શરુ કરી દો.

અળસીથી નુકસાન પણ થઈ શકે છે
ડૉ. રાહુલે કહ્યું, જલ્દી ફાયદા મળે તે માટે ઘણા લોકો અળસીનું સેવન વધારે કરે છે, તેનાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. એક ટીસ્પૂનથી વધારે અળસી ના ખાવી જોઈએ. અળસીની તાસીરગરમ હોય છે આથી ગર્ભવતી મહિલાઓને તેનાથી દૂર રહેવું જોઈએ. તેનાથી પ્રેગ્નન્સીમાં પણ બ્લીડિંગ શરુ થઈ જાય છે. જો યોગ્ય માત્રામાં અળસી ખાવામાં ના આવે તો તેનાથી કબજિયાતની તકલીફ થાય છે. વધારે પ્રમાણમાં અળસી ખાવાથી એલર્જી, પેટમાં દુખાવો અને ઉલટી થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો