પેટમાં રહેલા બાળકની ચિંતા કર્યા વગર પ્રેગનેન્ટ મહિલા DSP ભર તડકામાં કોરોના સામેની જંગમાં કરી રહ્યા છે ડ્યુટી

કોરોના વાયરસ 3 મહિના જેટલો સમય કોરોના ઠંડો પડ્યો બાદ ફેબ્રુઆરીથી ફરી રાફડો ફાટી રહ્યો છે, હાલ ચાલી રહેલી બીજી લહેરના કારણે હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે તો બીજી તરફ રાજ્ય સરકારો દ્વારા કોરોનાની ચેઈન તોડવા માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે આવામાં ડૉક્ટર અને સુરક્ષાકર્મીઓની કામગીરી ફરી બમણી થઈ ગઈ છે. આવામાં એક મહિલા ડીએસપી શિલ્પા સાહુની કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે. આ પાછળનું કારણ એ છે કે તેઓ પ્રેગનેન્ટ હોવા છતાં પોતાની ફરજ પૂરી કરી રહ્યા છે.

દંતેવાડાના ડીએસપી શાહુ થોડા વર્ષો પહેલા પોતાના લગ્ન પછી પતિ સાથે નક્સલ ઓપરેશન પર જવાની બાબતે ચર્ચામાં આવ્યા હતા. હવે તેઓ મા બનવાના છે અને તેમઓ 5 મહિનાથી પ્રેગનેન્ટ છે છતાં પોતાની ડ્યુટી અને ફરજ અંગે સમજૂતી નથી કરી રહ્યા. કોરોના કાળમાં કારણ વગર ઘરમાંથી બહાર નીકળી રહેલા લોકોને તેઓ સમજાવી રહ્યા છે. સાથે જ લોકોને ઘરે સુરક્ષિત રહેવાની અપીલ કરી રહ્યા છે.

શિલ્પા લોકોને કોરોનાથી બચવા માટે ઘરે રહેવાની સલાહ આપી રહ્યા છે. આ સાથે તેઓ લોકોને માસ્ક રહેવા અંગે પણ સમજાવી રહ્યા છે. શિલ્પા ડ્યુટી પ્રત્યે એટલા નિષ્ઠાવાન છે કે તેઓ પોતાના સાથે પોતાના ગર્ભમાં રહેલા બાળકની પરવાહ કર્યા વિના ડ્યુટી કરી રહ્યા છે. તેઓ પ્રેગનેન્ટ હોવાના કારણે વર્દીમાં ઓછા જોવા મળે છે.

ડીએસપી શિલ્પા સાહુની સોશિયલ મીડિયા પર ઘણી જ પ્રશંસા થઈ રહી છે. રાજ્યના સિનિયર આઈપીએસ અધિકારી દીપાંશું કાબરાએ ટ્વિટર પર લખ્યું છે કે આ તસવીર દંતેવાડા ડીએસપી શિલ્પા સાહુની છે. શિલ્પા પ્રગનેન્ટ છે છતાં ભારે ગરમીમાં રસ્તા પર ઉભા રહીને લોકોને લોકડાઉનના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરે છે.

શિલ્પાના પતિનું નામ દેવાંશસિંહ રાઠોડ છે, તેઓ પણ ડીએસપી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન દેવાંશે કહ્યું હતું કે અમારા બન્નેની મુલાકાત ટ્રેનિંગ દરમિયાન થઈ હતી. આ દરમિયાન અમારી વચ્ચેનું અંતર ઘટ્યું હતું. પછી અમે બન્નેએ લગ્ન કર્યા. દેવાંશ જણાવે છે કે અમારા બન્ને વચ્ચે ટ્યુનિંગ સારું છે. જૂન 2019માં અમે લગ્ન કર્યા હતા.

ડીએસપી શિલ્પા સાહુ અને તેમના પતિ દેવાંશ ડ્યુટીના શરુઆતના દિવસોમાં નક્સલ ઓપરેશન માટે સાથે જતા હતા. તેમના પતિ દેવાંશ સિંહ રાઠોડ બસ્તર બટાલિયનને લીડ કરતા હતા. જ્યારે શિલ્પા દંતેશ્વરી ફાઈટરને લીડ કરતી હતી.

શિલ્પાએ લગ્ન પછી આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બન્નેની શરુઆતમાં અલગ-અલગ પોસ્ટિંગ હતું. તત્કાલીન ડીજીપીને લગ્નનું કાર્ડ આપવા માટે ગઈ હતી ત્યારે તેમણે પૂછેલું કે પતિ શું કરે છે. આ પછી તેમણે અમારું બન્નેનું પોસ્ટિંગ દંતેવાડામાં કરાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો