ગર્ભમાં 7 મહિનાનું બાળક હોવા છતાં ડોક્ટરનો ધર્મ નિભાવતા ડો. પ્રતીક્ષા શહીદ થયા, દર્દીઓની સેવા કરતાં કોરોના સંક્રમિત થયા હતાં

કોરોના કાળમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના દિવસ-રાત એક કરીને ડોક્ટરો કોઈ યોદ્ધાની જેમ ફરજ બજાવી રહ્યા છે. જે રીતે દેશના સૈનિકો દેશની સરહદની સુરક્ષા કરે છે, એવી જ રીતે ડોક્ટરો મહામારી સામે લડી રહ્યા છે. આ જંગમાં ઘણા ડોક્ટરોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. એક એવું જ નામ છે યુવાન ડોક્ટર પ્રતીક્ષા વાલ્દેકરનું.

મહારાષ્ટ્રના અમરાવતીમાં ઈરવિન હોસ્પિટલમાં 32 વર્ષના ડો. પ્રતીક્ષા વાલ્દેકર સેવા આપી રહ્યા હતાં. તેઓ 7 મહિનાના ગર્ભવતી પણ હતા. તેમ છતાં તેઓ સતત કામ કરતા રહ્યાં. ડો. પ્રતીક્ષા હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં કામ કરતા હતાં. આ દરમિયાન તેઓ કોરોના વાયરસના સંક્રમણના ઝપેટમાં આવી ગયાં.

32 વર્ષના ડો. પ્રતીક્ષાની તબિયત ખરાબ થઈ ગઈ. તે પછી તેમને નાગપુર શિફ્ટ કરવા પડ્યાં. પરંતુ, તેમની તબિયત સતત બગડતી ગઈ અને ગત 10 દિવસથી તેઓ જિંદગી સામે જંગ લડી રહ્યા હતાં. તેમને ઓક્સીજન પર પણ રખાયાં, પરંતુ કમનસીબે તેમનું નિધન થઈ ગયું. તેમના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું સારવાર દરમિયાન પહેલા જ મોત થઈ ગયું હતું. 20 સપ્ટેમ્બરની રાત્રે પ્રતીક્ષાએ છેલ્લા શ્વાસ લીધાં.

અમરાવતીના ડોક્ટરોએ જણાવ્યું કે, ડો. પ્રતીક્ષા હોસ્પિટલના પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતાં. તેમને ઘણી રાહ જોવા પછી પ્રેગ્નન્સી રહી હતી. ડો. પ્રતીક્ષાએ નાગપુરની GMCH કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. તેમણે સેવાંગીની જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાંથી વર્ષ 2006માં એમડી પેથોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.

ડો. પ્રતીક્ષાના ભાઈ થંગરાજે કહ્યું કે, તેમની બહેન એક કર્તવ્યનિષ્ઠ ડોક્ટર હતી અને પોતે પ્રેગ્નન્ટ હોવા છતાં દર્દીઓની સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું કે, ‘એક પરિવાર તરીકે અમને મોટી ખોટ પડી છે. મારી લોકોને અપીલ છે કે, કોવિડ-19ને હળવાશમાં ન લેશો. મહેરબાની કરીને માસ્ક પહેરો અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.’
હાલમાં ડોક્ટર જીવ રેડીને કામ કરી રહ્યા છે. ગત દિવસોમાં એક ડોક્ટરે પોતાના હાથના પંજાની તસવીર પોસ્ટ કરી હતી. જેમાં સતત પીપીઈ કિટ પહેરવાના કારણે તેમના હાથ સંકોચાઈ ગયા હતા. તેમણે કેપ્શન લખ્યું હતું કે, પીપીઈ કિટ પહેરવાથી નીકળેલા પરસેવાથી હાથ આ રીતે સંકોચાઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો