એક ‘પટેલે’ દિલ્હીમાં પણ હલાવી નાખી સરકાર, AAPના 20 MLAને કર્યા ઘરભેગાં!

આમ આદમી પાર્ટી(AAP)ના 20 ધારાસભ્યોને ચૂંટણી પંચ દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ એક પટેલ વકીલ ચર્ચામાં આવ્યો છે. આ વ્યક્તિ મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધીમાં ટ્રેન્ડ કરી રહ્યો છે, જેનું નામ છે પ્રશાંત પટેલ. 31 વર્ષીય પ્રશાંત પટેલ વિશે આજે સહુ કોઈ જાણવા માંગે છે. તમે પણ વાંચો કોણ ચે પ્રશાંત પટેલ અને શા માટે આજકાલ છે ચર્ચામાં?

રાતોરાત આવ્યો ચર્ચામાં

– 31 વર્ષના પ્રશાંતે વર્ષ 2015માં વકીલાત શરૂ કરી હતી.
– સપ્ટેમ્બર 2015માં તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિ સમક્ષ અરજી દાખલ કરી હતી.
– આ અરજીમાં સંસદીય સચિવોની ગેરકાયદે થયેલી નિયુક્તી પર સવાલો કર્યા હતા.
– ત્યારબાદ પ્રશાંત પટેલ રાતોરાત ચર્ચામાં આવ્યો હતો.

કેવી રીતે આવ્યો અરજી કરવાનો વિચાર

– મીડિયા અહેવાલો પ્રમાણે, પ્રશાંત પટેલ હિન્દુ લીગલ સેલનો સભ્ય છે. તે ઉતર પ્રદેશના ફતેહપુરનો રહેવાસી છે.
– પ્રશાંત પટેલ પ્રમાણે, લોકસભા અને દિલ્હી વિધાનસભાના પૂર્વ સચિવ એસકે શર્માનું એક પુસ્તક પ્રકાશિત થયું હતું. જેનું નામ છે, ‘દિલ્હી સરકાર કી શક્તિયા વ સીમાએ’.
– આ પુસ્તકને વાંચ્યા બાદ જ તેને ખબર પડી કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેના 21 ધારાસભ્યોને ગેરબંધારણીય રીતે સંસદીય સચિવ બનાવ્યા છે.

લેખક સાથે મુલાકાત કરી અભ્યાસ કર્યો

– પ્રશાંત પટેલે પુસ્તકના લેખક સાથે મુલાકાત કરી અને સમગ્ર મામલાનો અભ્યાસ કર્યો.
– બાદમાં 21 સંસદીય સચિવો વિરુદ્ધ રાષ્ટ્રપતિ સામે વિરોધ કર્યો હતો.
– બે વર્ષ બાદ ચૂંટણીપંચે આ સંસદીય સચિવોને અયોગ્ય ગણાવવાની ભલામણ કરી છે.

પ્રશાંત પટેલ હિન્દૂ લીગલ સેલનો સભ્ય છે

ઉલ્લેખનીય છે કે, પ્રશાંત પટેલે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી બીએસસી બાદ નોઈડાની એક કોલેજમાંથી એલએલબી કર્યું છે.

આમિર ખાન વિરુદ્ધ કરી ચૂક્યો છે અરજી

તેણે આ પહેલા બોલિવૂડ સ્ટાર આમિર ખાન અને ડિરેક્ટર રાજકુમાર હિરાણી વિરુદ્ધ પણ ફિલ્મ પીકેમાં હિન્દૂ દેવી દેવતાઓનું ખોટું પ્રદર્શન કરવાને લઈને એફઆઈઆર દાખલ કરાવી ચૂક્યો છે.

કન્હૈયા કુમાર વિરુદ્ધ કરી ચૂક્યો છે અરજી

પ્રશાંતે જેએનયૂ છાત્ર સંઘના નેતા કન્હૈયા કુમાર વિરુદ્ધ પણ અરજી દાખલ કરી હતી, જ્યારે તેણે સુપ્રીમ કોર્ટમાંથી જામીન માંગ્યા હતા.

પ્રશાંત પટેલ સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય છે.

તે એવા મુદ્દાઓ ઉઠાવે છે જેનાથી સમાજ પર દૂરોગામી અસરો જોવા મળે છે.

પ્રશાંત પટેલ સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય છે. તેની પોતાની વેબસાઈટ છે.

એક પુસ્તક વાંચ્યા બાદ જ તેને ખબર પડી કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેના 21 ધારાસભ્યોને ગેરબંધારણીય રીતે સંસદીય સચિવ બનાવ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો