ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ શ્રધ્ધાળુઓ સુધી પહોંચશે મા ઉમાનો પ્રસાદ, સવા લાખ કિલો પ્રસાદી તૈયાર થશે, 15000 કિલો ઘી, 25700 કિલો ખાંડ અને 25500 કિલો ચણાદાળ વપરાશે

ઊંઝામાં 18 થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ યોજાવાનો છે. મા ઉમિયાના દર્શન માટે નાના ગામડાઓથી લઈને મોટા શહેરો અને દેશ-વિદેશથી 50 લાખથી વધુ ભક્તો પધારવાના છે. લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુ અને ભાવિ ભક્તોને માતાજીની પ્રસાદ પૂરી પાડવાનું કામ પ્રસાદી કમિટીએ ઉપાડ્યું છે. પ્રસાદીમાં ચાર અલગ-અલગ બુંદી પ્રસાદી, મગદાળની પ્રસાદી, હૂંડી ભેટ માટેની પ્રસાદી અને ડ્રાયફ્રુટ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. તમામ પ્રસાદી માટે 25500 કિલો ચણાદાળ, 25700 કિલો ખાંડ,15000 કિલો ઘી, અને 13000 કિલો ડ્રાયફ્રુટની પ્રસાદી, અને હૂંડી ભેટ માટે અપાતી પ્રસાદ માટે બે લાખ પેકેટ તૈયાર કરાશે જેમાં આશરે 45000 કિલો (દાળ, ખાંડ અને ઘી)નો ઉપયોગ કરાશે. આમ કુલ 1.25 લાખ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત 17 લાખ લાડુ પણ બનાવવામાં આવ્યા છે.

બુંદી પ્રસાદી- આશરે 23000 કિલો

પ્રસાદી કમિટી દ્વારા પ્રસાદ વિતરણની કામગીરી 1 ડિસેમ્બરથી શરૂ થઈ છે. 18થી 22 ડિસેમ્બર દરમિયાન ઉમિયાનગરમાં યજ્ઞશાળામાં બૂંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આશરે 23000 કિલો બુંદી પ્રસાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં 6000 કિલો ચણાદાળ, 4800 કિલો ઘી અને 1200 કિલો ખાંડનો વપરાશ કરવામાં આવ્યો છે.

મગદાળ પ્રસાદી- આશરે 20થી 25 હજાર કિલો

હૂંડીની પ્રસાદી તરીકે મગદાળની પ્રસાદી આપવાની વ્યવસ્થા પ્રસાદી કમિટી દ્વારા કરવામાં આવી છે. જેમાં 4500 કિલો ચણાદાળ, 2700 કિલો ઘી, અને 4500 કિલો ઘી વાપરીને આશરે 20થી 25 હજાર કિલો મગદાળનીપ્રસાદી તૈયાર કરવામાં આવી છે.

ડ્રાયફ્રુટની પ્રસાદી- આશરે 20 હજાર કિલો

લક્ષચંડી મહાયજ્ઞ નિમિત્તે ઉમિયા માતાજીના નિજ મંદિરમાં 24 કલાક ડ્રાયફ્રુટ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. આશરે 20 હજાર કિલો પ્રસાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં 4000 કિલો ક્રિસ્ટલ સાકર, 4000કિલો સીંગદાણાં, 2500 કિલો કાજુ અને 2500 કિલો દ્રાક્ષની પ્રસાદ આપવામાં આવશે. આ પ્રસાદના વિતરણ માટે 15 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવીછે.

હૂંડીની ભેટ માટે 2 લાખ પેકેટની પ્રસાદી

હૂંડીની ભેટ તરીકે મગદાળની આકર્ષક પ્રસાદી પેકેટમાં પેકિંગ કરી વિતરણ કરાશે. પ્રસાદી માટે આશરે 2 લાખ બોક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદી માટે 15000 કિલો ચણાદાળ, 20000 કિલો ખાંડ, 1500 કિલો ઘી આમ 45000 કિલો દાળ, ખાંડ અને ઘીનો વપરાશ કરીને પ્રસાદી તૈયાર કરાશે.

ઉમિયાનગરની ભોજનશાળામાં ચાર દિવસમાં 17 લાખ લાડુ તૈયાર કરાયા

અન્નપૂર્ણા કમિટિના કો-ઓર્ડિનેટર અલ્પેશ પટેલના જણાવ્યા મુજબ, સોમવાર સાંજ સુધીમાં 17 લાખ લાડુનો પ્રસાદ તૈયાર થઇ ગયો છેે. મહોત્સવમાં ધારણા કરતાં વધારે ભક્તો આવે તો પહોંચી વળવા મોહનથાળ અને બુંદી બનાવવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે. 250 જેટલા રાજપુરોહિતો પ્રસાદ તૈયાર કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો