પ્રમુખસ્વામી મહારાજના બહેનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેનના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આણંદ ખાતેના તેમના નિવાસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેન મોતીભાઈ પટેલનું 97 વર્ષની વયે ગઈ કાલે વહેલી સવારે ૩.20 વાગ્યે નિધન થયું હતું. ગંગાબેન પ્રમુખ સ્વામીના ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોના પરિવારમાં એક માત્ર હયાત હતા.

પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેનનું 97 વર્ષની વયે થયું હતું નિધન, અંતિમ દર્શનમાં ઉપસ્થિત ભક્તોની આંખો થઈ ભીની

મળતી માહિતી અનુસાર, પ્રમુખ સ્વામીના ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોના પરિવારમાંથી માત્ર ગંગાબેન પટેલ જ હયાત હતા. પ્રમુખ સ્વામીના પરિવારની થોડી વાત કરવામાં આવે તો પ્રમુખ સ્વામીના ત્રણ ભાઈઓના પરિવારમાં એક જ વારસદાર છે. જેનું નામ અશોકભાઈ પટેલ છે અને તેઓ વડોદરાના અટલાદરા વિસ્તારના આવેલા અક્ષર ગ્રીન ફ્લેટમાં રહે છે.

પ્રમુખ સ્વામીના પરિવાર વિશે

પ્રમુખ સ્વામી મહારાજ ગત 13 ઓગષ્ટ, 2016ના રોજબહ્મલીન થયા હતા, ત્યારે પ્રમુખ સ્વામીના ભત્રીજા સહિત સમગ્ર પરિવાર વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહે છે. પૂ.બાપા જે પારણાંમાં ઝૂલ્યા હતા તે પારણું આજે પણ પરિવાર પાસે સચવાયેલું છે.

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા અક્ષર ગ્રીન ફ્લેટમાં 104માં અશોકભાઇ ડાહ્યાભાઇ પટેલ પત્ની નીનાબહેન, માતા જશોદાબહેન, પુત્ર પરેશ અને પુત્રી વિધી સાથે રહે છે. અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારા પિતા ડાહ્યાભાઇ, શાંતિભાઇ (પૂ. બાપા) અને નંદુભાઇ એમ ત્રણ ભાઇઓ અને કમળાબહેન, ગંગાબહેન અને સવિતાબહેન એમ ત્રણ બહેનો પરિવારમાં હતા.

ત્રણ ભાઈઓના પરિવારમાં એકમાત્ર વારસદાર

મારા પિતા ડાહ્યાભાઇ સૌથી મોટા ભાઇ હતા. અને પૂ. બાપા સૌથી નાના ભાઇ હતા. પૂ. બાપા એટલે કે મારા કાકા શાંતિભાઇ, જે 11 વર્ષની ઉંમરે જ ઘરેથી ચાલ્યા ગયા હતા. અને સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા લઇ લીધી હતી. જ્યારે બીજા કાકા નંદુભાઇ પણ સાધુ બનવા માટે ચાલ્યા ગયા હતા. પરંતુ તેઓ પરત ફર્યા હતા. મારા પિતા સહિત ત્રણ ભાઇઓમાં એક માત્ર હું જ વારસદાર છું. તેમ અશોકભાઇ પટેલે ઉમેર્યું હતું.

અશોકભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પૂ. બાપા જે પારણામાં ઝૂલ્યા હતા તે પારણું આજે પણ મારી પાસે છે. પારણું જોઇએ ત્યારે પૂ. બાપા સહિત મારા પરિવારજનો યાદ આવી જાય છે.

ભગવાન સ્વામીનારાયણ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો