દીકરીના લગ્નમાં કર્યો હતો 500 કરોડનો ખર્ચ, લક્ષ્મી મિત્તલના સગા ભાઈ આજે બ્રિટેનના સૌથી નાદાર વ્યક્તિ બની ગયા

સ્ટીલ કિંગના નામથી મશહૂર લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal)ના નાના ભાઈ પ્રમોદ મિત્તલ (Pramod Mittal) બ્રિટેનના સૌથી મોટા બેંકરપ્ટ(નાદાર) કરવામાં આવી શકે છે. પ્રમોદ મિત્તલે ક્યારેક પોતાના દીકરીના લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જે બાદ તે સતત ચર્ચામાં રહ્યા હતા. અને હવે તેમના પર હજારો કરોડનું દેવું છે.

પ્રમોદ મિત્તલનું કહેવું છે કે, તેના પર 2.5 બિલિયન પાઉન્ડ (23,750 કરોડ રૂપિયા)નું દેવું છે, જે બાદ તે બ્રિટેનના સૌથી મોટા નાદાર ઘોષિત કરવામાં આવી શકે છે. મિત્તલે કહ્યું કે, પોતાની તમામ સંપત્તિ એક ડીલમાં ગુમાવી દીધી છે.

પ્રમોદ મિત્તલે 2013માં પોતાની દીકરી શ્રૃષ્ટિના લગ્ન ડચ મૂળના ઈન્વેસ્ટમેન્ટ બેન્કર ગુજરાલ બગલ સાથે કર્યા હતા, જેમાં તેણે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ તેઓનાં ભાઈ લક્ષ્મી મિત્તલની દીકરી વનિશાના લગ્ન કરતાં 10 મિલિયન પાઉન્ડ વધારે હતો. અને હવે એવી ખબર પણ છે કે સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ પોતાના ભાઈની મદદ કરી રહ્યા નથી.

64 વર્ષીય પ્રમોદ આશરે 170 મિલિયન પાઉન્ડ તેના 94 વર્ષના પિતાના, 2.4 મિલિયન પાઉન્ડ તેના 30 વર્ષના પુત્ર દિવ્યેશના, 1.1 મિલિયન પાઉન્ડ તેની પત્ની સંગીતાના અને 1.1 મિલિયન પાઉન્ડ તેના સાળા અમિત લોહિયાના દેવા હેઠળ છે.

અત્યારે પ્રમોદ પાસે કોઈ આવકનો સ્ત્રોત નથી પણ તે 66 હજાર પાઉન્ડના શેર, 7000 પાઉન્ડની જ્વેલરી અને 45 મિલિયન પાઉન્ડ જેટલી ભારતમાં પ્રોપર્ટીનો માલિક છે. તેણે કહ્યું કે તેનું પારિવારિક ઘર એક ઓફશોર કંપનીને હસ્તક છે જેમાં તેનો કોઈ આર્થિક ભાગ નથી.

અહેવાલ પ્રમાણે લક્ષ્મી મિત્તલ તેમના ભાઈને આ વખતે કોઈ આર્થિક સહાય કરવાના નથી. નોંધનીય છે કે પ્રમોદની આર્થિક સ્થિતિ 2006માં બગડવાની શરુ થઇ હતી જયારે તેણે એક બોસ્નિયાની કોક બનાવતી કંપની GIKILના લોનના જામીન તરીકે એટલે કે guarantor of debts તરીકે સહી કરી હતી.

દર પાઉન્ડ દીઠ 0.18 પેન્સ જેટલી રકમ ચૂકવવાની મંજૂરી માંગી

GIKIL પેમેન્ટ કરવામાં નિષ્ફ્ળ જતા આ રેલો પ્રમોદ પાસે આવ્યો હતો જેમાં તેને જજ કેથરીન બર્ટનએ જૂન 2020માં 13 કરોડ પાઉન્ડ ભરવાનો હુકમ કર્યો હતો. આ સામે દેવાળિયા થઇ ગયેલા પ્રમોદે દર પાઉન્ડ દીધી 0.18 પેન્સ જેટલી રકમ ચૂકવવાની મંજૂરી માંગી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો