જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા ભાઈ માટે પ્રજ્ઞાચક્ષુ બહેન બની તારણહાર, પોતાની કિડની આપી જીવ બચાવશે
રક્ષાબંધન કે ભાઇબીજના અવસરે બહેન ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે તેની સામે બહેનની છેલ્લા શ્વાસ સુધી સુરક્ષાનો કોલ આપે છે. ભાઇ-બહેનનો આ અતૂટ પ્રેમ હાલ પાંડેસરના સંતરામ ભાઇના પરિવારમાં જોવા મળ્યો છે. પાંડેસરા-બમરોલી રોડની જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતાં સંતરામ હરીજન સંચાના કારખાનામાં કામ કરે છે. તેમને 5 દીકરી અને 1 પુત્ર છે. જોકે તે પૈકી બે દીકરી વિકલાંગ અને એકનો એક પુત્ર જીતેન્દ્ર હાલ 19 વર્ષનો છે. જેેની કિડની ફેઇલ થતાં કિડની ટ્રાન્સ્પલાન્ટની નોબત આવી છે.
સંતરામભાઇએ પુત્રને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો છતાં ડોનર મળવું મુશ્કેલ હોવાથી માતા-પિતા સહિત બહેનોએ એક કિડની જીતેન્દ્ર ઉર્ફે લાલુને આપવાની તૈયારી દર્શાવી હતી પણ માતા-પિતાની વૃદ્ધાવસ્થાના લીધે દીકરી સુષ્માએ તાત્કાલિક ઓપરેશન કરીને ભાઇને કિડની આપી જીવન બચાવવા તૈયારી કરી અમદાવાદ રવાના થયા છે. જન્મજાત પ્રજ્ઞાચક્ષુ બહેન સુષ્માએ કહ્યું કે, હું કિડની આપીશ તો મારો ભાઈ મારી આંખો બની મારી જીંદગીનો સહારો તો બનશે.
સામાન્ય નોકરી અને લાંબી સારવારના લીધે માથે દેવું થયું છે. જોકે વધુ સારવાર માટે તબીબે કિડની ડોનર શોધી ટ્રાન્સ્પલાન્ટ ઓપરેશનનું કહેતાં ચિંતામાં મુકાયાં હતાં. સારવારના જ ફાંફાં હતાં ત્યાં ડોનરનું કહેતાં અમે ચિંતામાં હતા. અમારી દીકરી ભાઇ અને પરિવાર માટે તારણહાર બની છે. > સંતરામભાઇ, દર્દીના પિતા
સુવર્ણ જયંતિ રોજગાર યોજના હેઠળ વર્ષ 2009માં સંતરામભાઇએ રાશન કાર્ડ બનાવ્યો હતો. જોકે આ યોજના 2014માં બંધ થતા પુત્રના કિડની ટ્રાન્સ્પલાન્ટનો ખર્ચ કરવો પડયો હતો. સંતરામના કાર્ડની જુની તારીખ પ્રમાણેની નોંધ યુસીડીમાં મળતાં બીપીએલ કાર્ડથી હવે સારવાર સરકારી ખર્ચે થશે. > સમીર બોઘરા, વકીલ, કાપોદ્રા
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

