ખેડૂત પાસેથી જે બટાટા 10 રૂપિયે કિલોમાં ખરીદાય છે, તે આપણને 20માં મળે છે, કુદરતી આફતો સહન કરીને પાક લેતા ખેડૂતો શાકભાજીનો ખર્ચ પણ કાઢી શકતા નથી

દિલ્હીમાં કૂચ કરીને આવેલા ખેડૂત સંગઠન એમએસપી પર ગેરન્ટી માગે છે… આખરે કેમ? હકીકતમાં, ખેડૂત તમામ કુદરતી આપત્તીઓને સહન કરીને પાક પેદા કરે છે, પરંતુ તેને ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. નવી દિલ્હીના બજારમાં 20 રૂપિયે કિલો વેચાતા બટાટા ખેડૂત પાસેથી 10 રૂપિયે કિલો ખરીદાય છે. ડુંગળીની પણ આવી જ સ્થિતિ છે, તે ખેડૂત પાસેથી 20 રૂપિયે કિલો ખરીદીને બજારમાં રૂ.50 સુધીના ભાવે વેચાય છે.

દેશમાં ઘઉં-ચોખાના કુલ ઉત્પાદનના માત્ર 33% જ સરકારી ખરીદી થાય છે. ખેડૂત જ્યારે ઉપજ લઈને વેપારી પાસે જાય છે તો ત્યાં ગુણવત્તા ખરાબ જણાવીને તેને પ્રતિ કિલો રૂ.15 પકડાવી દેવાય છે. બીજી બાજુ ગુજરાતમાં બટાકા ખેડૂતો પાસેથી 16.25 રૂપિયાના ભાવે ખરીદાયા છે. જે રિટેલમાં 50 રૂપિયા સુધી વેચાય છે. એમએસપી લીગલ રાઈટ બને કૃષિ એક્સપર્ટ દેવેન્દ્ર શર્મા કહે છે કે, ખેડૂત અત્યારે સંપૂણ ઉપજ એમએસપી પર વેચી શકતો નથી, એટલે નુકસાનમાં વેપારીઓને વેચવી પડે છે.

ગુજરાતમાં ખેડૂતનું કોબિજ મહત્તમ 6નું, વેચાણ ભાવ 30

વસ્તુ ખેડૂતથી ખરીદી છૂટક વેચાણ
બટાટા 16.25 50
ડુંગળી 22.5 55
ટામેટા 13.5 40
ફુલાવર 4.5 30
કોબીજ 5.5 30
ઘઉં 15 થી 17 23 થી 32
ચોખા 15 થી 17 35 થી 40

ભાવ રૂપિયા પ્રતિ કિલોમાં, ઘઉં અને ચોખાના ભાવ દિલ્હીના. ઘઉંની એમએસપી રૂ.19.75 અને ચોખાની રૂ.18.86 છે.

ઘઉં: ખરાબ ગણાવી વેપારી 15 રૂપિયે કિલો ખરીદે છે
પંજાબ, હરિયાણા, યુપી, મ.પ્ર. અને બિહાર મુખ્ય ઉત્પાદક. યુપી ખેડૂત શક્તિ સંઘના અધ્યક્ષ પુષ્પેન્દ્ર સિંહે કહ્યું કે, વેપારી ગુણવત્તામાં ખામી જણાવીને રૂ.1500 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદે છે. તેનાથી ખેડૂતોને નુકસાન થાય છે.

ચોખા: ત્રણ કિલો ડાંગરમાં 2 કિલો ચોખા નીકળે છે
મુખ્ય ઉત્પાદક – બંગાળ, યુપી, આંધ્ર, પંજાબ અને હરિયાણા. કરનાલ, હરિયાણાના ખેડૂત મેહતાબ કાદિયાને જણાવ્યું કે, 3 કિલો ડાંગરમાંથી 2 કિલો ચોખા નીકળે છે. વેપારી રૂ.15માં ખરીદી રૂ.45માં વેચે છે.

ડુંગળી: ખરાબ હવામાનથી ખર્ચ પણ નીકળતો નથી
મુખ્ય ઉત્પાદક – મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, યુપી અને તમિલનાડુ. મહારાષ્ટ્ર ડુંગળી ઉત્પાદક ખેડૂત સંગઠનના અધ્યક્ષ ભરત ડિંગોડેએ કહ્યું કે, ખરાબ હવામાનથી ખર્ચ પણ નીકળતો નથી. ઉપજ પણ ઘટી છે.

બટાટા: તમામ શાકની MSP 20 રૂપિયા હોવી જોઈએ
યુપી, બંગાળ, બિહાર, ગુજરાત, મ.પ્ર.,પંજાબ અને હરિયાણા મુખ્ય ઉત્પાદક. આગરા, ઉત્તરપ્રદેશના ખેડૂત સંતોષ કુમારના અનુસાર સરકારે બધી શાકભાજીની એમએસપી રૂ.20 કરી દેવી જોઈએ.

ટામેટા: પ્રોસેસિંગ યુનિટ સ્ટોરેજ બનાવવા જરૂરી
રાજસ્થાનના જયપુરના ખેડૂત ગણેશ રામ શર્મા જણાવે છે કે, ટામેટાની વધુ ઉપજના ક્ષેત્રોમાં પ્રોસેસિંગ યુનિટ અને કોલ્ડ સ્ટોરેજ બનાવવા જોઈએ. તેનાથી ખેડૂતોને નુકસાન વેઠવું નહીં પડે. કમોસમી વરસાદથી પાક ખરાબ થયો છે.

કોબીજ: બિયારણથી મિલાવીને 5 રૂપિયામાં વેચાણ
ગાઝિયાબાદના ખેડૂત અમિત ત્યાગી કહે છે કે, ખેડૂત પાસેથી કોબિજ સરેરાશ 5 રૂપિયે કિલો ખરીદાય છે. જેમાં બિયારણથી માંડીને તોડવાનું, મજુરી અને પરિવહન સામેલ છે. ફુલાવર અને કોબીજમાં ખર્ચ પણ નીકળતો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો