જ્યાં સુધી ગુજરાતનું દેવું ન પતે ત્યાં સુધી નેતાના પગાર બંધ કરો, સુરત અને વડોદરામાં લાગ્યા પોસ્ટર્સ
વડોદરા બાદ સુરતમાં જનતારાજના પોસ્ટર લાગ્યા છે. શહેરના કતારગામ અને અડાજણ વિસ્તારમાં આવેલા સ્ટાર મોલની આસપાસના વિસ્તારોમાં આ બેનર લાગ્યા છે. જેમાં ગુજરાતનું દેવું ન ભરાય ત્યાં સુધી નેતાના પગાર બંધ કરો અને બસમાં કોઈ ધારાસભ્ય ન બેસતા હોવા છતાં કેમ તેના નામની સીટ અનામત રાખવામાં આવે છે તેવા સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. રસ્તા પર જાહેરમાં લગાવાયેલા બેનરને લઈને લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. સાથે જ લોકોમાં સમગ્ર રાજ્યમાં લોક જુવાળ ઊભો કરવા બેનર દ્વારા વિરોધ કરવામાં આવતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે પાલિકા સહિતની ચૂંટણીઓ અગાઉ લગાવવામાં આવેલા બેનરો કોણે લગાવ્યા તે પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે.

બેનર દ્વારા વેધક સવાલ
કતારગામ વિસ્તારમા આવેલ અનાથ આશ્રમ સર્કલ પર બેનર લગાવી સવાલ કરવામાં આવ્યાં છે.સરકાર સામે ખેડૂત, પોલીસ કર્મચારીયો, એસઆરપી કર્મીઓ, બેરોજગાર યુવાનો નારાજ છે. ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ક્યાંક અતિવૃષ્ટિને લીધે ખેડૂતનો સમગ્ર પાક ધોવાયો છે. ખેડૂતને પાક વીમાના રૂપિયા મળ્યા નથી.

સરકાર સામે વિરોધ
સરકાર વિરોધ માહોલ હવે ગુજરાતમા ઊભો થઈ રહ્યો છે.ત્યારે જનતા હવે જાગૃત થઈ છે અને જનતા હવે સરકાર ને ચેતવણી આપવા માંગી રહી હોય તેવા બેનર લગાવાયા છે. હવે બસ થયું. બંધ કરો તમારા તાયફાઓ પ્રજાની સામે જુઓ. નહીં તો હવે જનતારાજ સરકાર સામે વિરોધ કરશે સરકારની નીતિઓનો વિરોધ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

